સોશિયલ મીડિયા પર વાયરલ થઈ સેનાના જવાનની મનમોહક તસવીર, લોકોએ કહ્યું- ‘અમને Indian Army પર ગર્વ છે’

|

Jun 10, 2022 | 11:25 AM

આ દિવસોમાં સેનાના જવાનની હૃદય સ્પર્શી તસવીર સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. જેમાં તે એક બાળકને ભોજન ખવડાવતો જોવા મળી રહ્યો છે. આ તસવીર ગુજરાતના મંત્રી હર્ષ સંઘવીએ (Harsh Sanghavi) ટ્વિટર પર શેયર કરી છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ સેનાના જવાનની મનમોહક તસવીર, લોકોએ કહ્યું- અમને Indian Army પર ગર્વ છે
harsh sanghavi tweet

Follow us on

છેલ્લા કેટલાક વર્ષોમાં, સોશિયલ મીડિયાએ (Social Media) સમગ્ર વિશ્વ પર અદ્ભુત છાપ છોડી છે. એક સમય હતો જ્યારે સોશિયલ મીડિયા શું છે, તેનો ઉપયોગ કેવી રીતે થાય છે, કોઈ પણ વસ્તુ કેવી રીતે વાયરલ થશે, આ બધા લોકો અજાણ હતા, પરંતુ આજે આખી દુનિયાના લોકો જાણે છે કે સોશિયલ મીડિયા પર વીડિયો અને તસવીરો કેવી રીતે વાયરલ કરવી. અહીં દરરોજ હજારો વીડિયો (Viral Video) અને તસવીરો વાયરલ થાય છે. જે લોકોને ખૂબ જ પસંદ આવી રહી છે. ક્યારેક અહીં રમુજી તો ક્યારેક આવી મનોહર તસવીરો સામે આવે છે. આ દિવસોમાં પણ ભારતીય સેનાની એવી તસવીર લોકોમાં ચર્ચાઈ રહી છે, જેને જોઈને તમને ચોક્કસ ગર્વ થશે.

વાયરલ થઈ રહેલી તસવીરમાં તમે જોઈ શકો છો કે ભારતીય સેનાનો એક જવાન ટ્રકની પાછળ બેઠો છે અને તેના હાથમાં એક બાળક છે, જેને તે ખવડાવવાનો પ્રયાસ કરી રહ્યો છે. તેની બાજુમાં ઉભેલો અન્ય એક યુવક હાથમાં કપડું લઈને ઉભો છે. આ હ્રદય સ્પર્શી તસ્વીર ચોક્કસથી તમને હચમચાવી દેશે અને જો જોવામાં આવે તો આ તસ્વીર માનવતાનું ઉત્તમ ઉદાહરણ પણ છે.

Beer at Home : ઘરે બીયર બનાવવા જાણો સ્ટેપ બાય સ્ટેપ માહિતી
છૂટાછેડા બાદ ધનશ્રી વર્માની પહેલી હોળી, જુઓ તસવીરો
IPL Youngest Captain : IPL 2025 નો સૌથી યુવા કેપ્ટન કોણ છે?
રણબીર કપૂરથી 11 વર્ષ નાની છે આલિયા ભટ્ટ, જુઓ ફોટો
દુનિયાની સૌથી મોંઘી વ્હિસ્કી કેવી રીતે બને છે, જાણો કિંમત
યુઝવેન્દ્ર ચહલ વિદેશી ટીમમાં જોડાયો, જુઓ ફોટો

અહીં ચિત્ર જુઓ…

ગુજરાતના મંત્રી હર્ષ સંઘવીએ આ તસવીર ટ્વિટર પર શેયર કરી છે. જેની સાથે તેણે કેપ્શન લખ્યું, ‘જ્યારે લાગણીઓ અને કર્તવ્ય એક સાથે ચાલે છે, ત્યારે ભારતીય સેનાને સલામ.’ સમાચાર લખાય છે ત્યાં સુધી આ તસવીરને 18 હજારથી વધુ લાઈક્સ મળી ચૂકી છે, આ સિવાય લોકોએ તેના પર કોમેન્ટ કરીને પોતાનો પ્રતિભાવ પણ આપ્યો છે.

આ તસવીર જોયા બાદ એક યુઝરે કોમેન્ટ કરી અને લખ્યું, ‘માત્ર દેશભક્તિ જ નહીં, આપણે તેમની પાસેથી માનવતા પણ શીખવી જોઈએ.’ જ્યારે અન્ય એક યુઝરે તસવીર જોયા બાદ લખ્યું, ‘ભારતીય સેનાને મારા સલામ…! આ સિવાય પણ ઘણા લોકોએ આ તસવીર જોઈને પોતાના ફીડબેક આપ્યા છે.

Next Article