બેંગલુરુમાં યુવકે લાજશરમ નેવે મૂકી અને કરી આવી ગંદી હરકત, વીડિયો થયો વાયરલ

યુવક તેની તમામ મર્યાદાઓ ભૂલ્યો અને કરી નાખી એવી હરકત કે જેનાથી પબ્લિક રોષે ભરાઈ. વીડિયો થયો વાયરલ અને પોલીસ કડક પગલાં ભરે તેવી જનતાએ કરી માંગ.

બેંગલુરુમાં યુવકે લાજશરમ નેવે મૂકી અને કરી આવી ગંદી હરકત, વીડિયો થયો વાયરલ
| Updated on: Apr 11, 2025 | 6:46 PM

બેંગલુરુ મેટ્રો સ્ટેશન પર એક યુવક તેની તમામ મર્યાદાઓ ભૂલ્યો અને કરી કાઢી એવી હરકત કે જેનાથી પબ્લિક રોષે ભરાઈ. ઘટના એમ છે કે, એક યુવક તેની ગર્લફ્રેન્ડના કપડામાં હાથ નાખીને અશ્લીલ હરકતો કરી રહ્યો છે. અચંભિત કરનારી વાત તો એ છે કે, આ કરતૂત યુવકે જાહેરમાં કરી અને એમાંય તેની ગર્લફ્રેન્ડ તેને આ હરકત પર ટોકી રહી નથી.

પબ્લિકને આવી ‘શરમ’

વીડિયોમાં જોઈ શકાય છે કે, પ્રેમી પંખીડાઓના આ કૃત્યથી આજુબાજુના મુસાફરો અગવડતા અનુભવી રહ્યા છે. મેજેસ્ટિક નમ્મા મેટ્રો સ્ટેશનના પ્લેટફોર્મ 3 પર બનેલી આ ઘટનાએ લોકોને આઘાતમાં અને શરમમાં મૂકી દીધા છે.આ ઘટનાનો શરમજનક વીડિયો એક્સ હેંડલ પર પોસ્ટ કરવામાં આવ્યો છે. આ વીડિયો કર્ણાટક પોર્ટફોલિયો નામના એકાઉન્ટ પર પોસ્ટ કરવામાં આવ્યો છે.

જનતાએ કરી પોલીસ કાર્યવાહીની માંગ

આ વીડિયો જોતાં જ પબ્લિક ગુસ્સે થઈ અને જાતજાતની પ્રતિક્રિયાઓ આપવા લાગી. એક યુઝરે કેપ્શનમાં લખ્યું કે, યુવકે માત્રને માત્ર એક વાહિયાત કરતૂત કરી છે.વીડિયો જોયા પછી લોકો ઉશ્કેરાયા છે અને બેંગલુરુ પોલીસને ટેગ કરીને આ લવરિયા સામે કાર્યવાહી થાય તેવી માંગ કરી છે.

આ વીડીયો X એપ્લિકેશન પર શેર કરવામાં આવ્યો છે અને વીડીયો 1 મિનિટ 25 સેકન્ડનો છે. આ પોસ્ટ પર 1 લાખથી વધુ વ્યુઝ આવ્યા છે.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો