Viral: જો તેજ નજર હોય તો તસ્વીરમાંથી શોધી બતાવો 13 ચહેરા, મોટાભાગના લોકોને 4 જ મળ્યા

|

Apr 14, 2022 | 12:35 PM

દરેક વ્યક્તિ માટે તસવીરો (Viral Image)માં છુપાયેલા રહસ્યો શોધવાનું સરળ નથી. સારા તેજ મગજવાળા લોકો પણ આમાં મૂંઝવણમાં મૂકાય જાય છે. પરંતુ કેટલાક લોકો એવા હોય છે, જેઓ કોઈપણ રહસ્ય જાણી લે છે.

Viral: જો તેજ નજર હોય તો તસ્વીરમાંથી શોધી બતાવો 13 ચહેરા, મોટાભાગના લોકોને 4 જ મળ્યા
Optical Illusion (Twitter)

Follow us on

ઈન્ટરનેટ ઓપ્ટિકલ ઈલ્યુઝન (Optical Illusion) સંબંધિત ચિત્રોથી ભરેલું છે. આને લગતા ફોટા દરરોજ મોટી સંખ્યામાં અપલોડ થાય છે. આવા ચિત્રો આંખોને છેતરે તેવા હોય છે, પરંતુ મગજને ઘણી કસરત પણ આપે છે. દરેક વ્યક્તિ માટે તસવીરોમાં છુપાયેલા રહસ્યો શોધવાનું સરળ નથી. સારા તેજ મગજવાળા લોકો પણ આમાં મૂંઝવણમાં મૂકાય જાય છે. પરંતુ કેટલાક લોકો એવા હોય છે, જેઓ કોઈપણ રહસ્ય જાણી લે છે. હવે ઓપ્ટિકલ ઈલ્યુઝન સંબંધિત એક ફોટો સામે આવ્યો છે, જે એકદમ રહસ્યમય લાગે છે. આ તસવીરને પહેલી નજરે જોતાં એક પહાડી રસ્તો દેખાશે. પરંતુ તેમાં ઘણા ચહેરા છુપાયેલા છે અને તમારે તેમને શોધવા પડશે.

ચાલો ચિત્રમાં છુપાયેલા ચહેરાઓ શોધીએ

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી આ તસવીરને કોઈ પહેલી નજરે જોશે તો તેને કોઈ પહાડી રસ્તો દેખાશે. પરંતુ જ્યારે તમે તેમાં છુપાયેલ ચહેરો શોધવા જશો તો પહેલા તમને સરળતાથી ચાર ચહેરા દેખાશે. પરંતુ એવું નથી કે આ તસવીરમાં માત્ર 4 ચહેરા જ છે, તેમાં વધુ 9 ચહેરા છુપાયેલા છે.

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ

ચિત્રની જમણી બાજુમાં ખૂણા પર બે ચહેરાઓ પણ જોવા મળે છે. હવે આ ફોટોની શરૂઆતની બરાબર ઉપર જુઓ, વધુ ચાર ચહેરા દેખાશે. હવે કુલ 10 ચિત્રો પ્રાપ્ત થયા છે. હવે આગળ વધીએ અને ચિત્રની ટોચ પર ફરી એક નજર નાખો, તમે વધુ ત્રણ ચિત્રો જોશો. ત્યારે થઈ ગયાને 13 ચહેરા. પ્રથમ નજરે, આ ફોટામાંથી કોઈ આ રહસ્ય શોધી શકશે નહીં.

મળી ગયો ઉકેલ

આ તસવીર @Ratnesh191298 નામના ટ્વિટર યુઝરે પોસ્ટ કરી છે. તેણે કેપ્શનમાં એમ પણ લખ્યું: “શું તમે કહી શકો છો કે આમાં કેટલા ચહેરા દેખાઈ રહ્યા છે? #OpticalIllusion” આંખોને છેતરતી આ તસવીર સામે આવતા જ સોશિયલ મીડિયા યુઝર્સે તેમાં છુપાયેલા રહસ્યો શોધવાનું શરૂ કરી દીધું છે. તમે ઉપર જણાવેલ સ્ટેપ્સ ફોલો કરીને પણ આ રહસ્ય શોધી શકો છો. તો વિલંબ શું કરો છો, તમારે પણ પ્રયાસ કરવો જોઈએ.

આ પણ વાંચો: Tech Tips: આ રીતે જુઓ કોઈનું પણ WhatsApp Status, Seen માં નહીં જોવા મળે તમારૂ નામ

આ પણ વાંચો: Video: પુલ પર ચાલતી ગાડીમાંથી નીચે કુદ્યો શખ્સ, ખતરનાક સ્ટંટ અને હિમ્મત જોઈ લોકો દંગ રહી ગયા

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Next Article