સમાચાર અનુસાર ડિમ્પલ દાસ હોમિયોપેથી ડોક્ટર છે અને તે બેરહામપુર શહેરમાં રહે છે. તેની મુલાકાત એલોપેથીના ડોક્ટર સુમિત સાહુ સાથે થઈ અને બંને પહેલા મિત્ર બન્યા અને આ મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ. બંને લગભગ 7 મહિના સુધી લિવઈન રિલેશનશિપમાં હતા.
મહિલા ડિમ્પલે દાવો કર્યો છે કે તેના લગ્ન એક યુવક (સુમિત) સાથે થઈ ગયા છે. 7 સપ્ટેમ્બર 2020ના રોજ તેમના રજીસ્ટર મેરેજ થયા હતા. બંને પતિ-પત્ની રૂપે એક જ રૂમમાં રહેતા હતા. દરમિયાન બંને પરિવારો હિંદુ રીતિ-રિવાજ મુજબ લગ્ન કરવા સંમત થતા લગ્ન માટે દિવસ નક્કી કરવામાં આવ્યો હતો.
બંને પરિવારોની સંમતિથી ડો.ડિમ્પલ અને ડો.સુમિતના લગ્ન વાજતે ગાજતે થવાના હતા. ડૉ.ડિમ્પલ લગ્નનો પહેરવેશ પહેરીને તૈયાર થઈ ગઈ હતી, પરંતુ વરરાજા ડૉ.સુમિત જાન લઈને તેમના ઘરે પહોંચ્યા ન હતા. ડિમ્પલ દાસ ચિંતામાં આવી ગઈ હતી અને તેણે ઘણી વખત ડૉક્ટર સુમિતનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સંપર્ક થઈ શક્યો ન હતો. તેથી કન્યા વરરાજાના ઘરે પહોંચી ગઇ હતી.
કન્યા જ્યારે વરરાજાના ઘરે પહોંચી ત્યારે વરરાજાના ઘરની બહાર કોઈ ઉત્સવનું વાતાવરણ ન હતું. આ પછી કન્યા ડૉ. ડિમ્પલને વર અને તેના પરિવારના સભ્યોની યુક્તિઓ સમજાઈ ગઈ. નારાજ પત્ની ડિમ્પલ લગ્ન કરવા માટે મનસૂબો બનાવીને છોકરાના ઘરના વરંડામાં ધરણા પર બેસી ગઈ હતી. માહિતી મળ્યા બાદ સ્થાનિક મહિલા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને ડિમ્પલને સમજાવીને મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો.
બેરહામપુરના એસપી પિનાક મિશ્રાએ કહ્યું કે ”મહિલા ડોક્ટર ડિમ્પલ ડો. સુમિત સાથે રહેવાની જીદ કરી રહી છે, જ્યારે છોકરાના પક્ષનું કહેવું છે કે અમે છૂટાછેડા માટે કોર્ટમાં કેસ દાખલ કર્યો છે.” પોલીસ બંને પક્ષોને સમજાવવાનો પ્રયાસ કરી રહી છે અને સ્થિતિ પર નજર રાખી રહી છે.
એસપીએ એ પણ જણાવ્યું કે ડિમ્પલે થોડા મહિના પહેલા મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી કે તેણીને હેરાન કરવામાં આવી રહી છે. આ કેસમાં ચાર્જશીટ પણ દાખલ કરવામાં આવી છે. આ મામલો કોર્ટમાં પેન્ડિંગ છે. ડિમ્પલની ફરિયાદ અને કોર્ટના આદેશ અનુસાર પોલીસ આગળની કાર્યવાહી કરશે.
આ પણ વાંચો: UPSC Success Story: એન્જિનિયરિંગ પછી અનુપમાએ શરૂ કરી UPSCની તૈયારી, બીજા પ્રયાસમાં બની IAS ઓફિસર
આ પણ વાંચો: BOB Recruitment 2021: બેંકમાં નોકરી માટે મળી રહી છે તક, જાણો વેકેન્સીની સંપૂર્ણ માહિતી