ભારતમાં લગ્નોમાં પાણીની જેમ પૈસા વેડફાય છે! ડેકોરેશનથી લઈને ફૂડ અને વર-કન્યાના ડ્રેસ બધું જ ખાસ હોય છે. આ જ કારણ છે કે આપણા દેશમાં લગ્ન (Wedding)દરમિયાન લાખો રૂપિયા માત્ર ખાવા પર જ ખર્ચવામાં આવે છે. આવી સ્થિતિમાં ભોજનનો સૌથી વધુ બગાડ લગ્નોમાં જ જોવા મળે છે. ઘણી વખત લગ્નોમાં જોવા મળે છે કે લોકો આખી થાળી કચરાપેટીમાં ભરીને જ ખાવાનું ફેંકી દે છે.
આ સ્થિતિ ત્યારે છે જ્યારે ગ્લોબલ હંગર ઈન્ડેક્સ (Global Hunger Index) 2021માં 116 દેશોની યાદીમાં ભારત 101મા ક્રમે છે. આવી સ્થિતિમાં લગ્ન અને પાર્ટીઓમાં ભોજનનો બગાડ વિડંબના સમાન છે. હાલના દિવસોમાં એક તસવીર વાયરલ થઈ રહી છે. જે ખરેખર ચિંતાજનક છે.
નાનપણથી આપણે બધા એ સાંભળતા આવીએ છીએ કે ખોરાકનું ક્યારેય અપમાન ન કરવું જોઈએ અને ખોરાકનો બગાડ ન કરવો જોઈએ, પરંતુ લગ્ન કે કોઈપણ મોટા કાર્યક્રમમાં આપણે બાળપણનો આ પાઠ ભૂલી જઈએ છીએ. આનો પુરાવો આ વાયરલ તસ્વીર છે, જેમાં જોઈ શકાય છે કે એક વ્યક્તિ હેઠી થાળીઓ તેમજ લગ્નમાં બચેલો બગાડાયેલો ખોરાક સાફ કરતો જોવા મળી રહ્યો છે. જો આ ખોરાક ઘણા ભૂખ્યા લોકોનું પેટ સરળતાથી ભરી શકત.
The photo that your wedding photographer missed.
Stop wasting FOOD. pic.twitter.com/kKx9Mxadpp
— Awanish Sharan (@AwanishSharan) February 18, 2022
यह एक बेटी के बाप का निमंत्रण था वरना,,,
लोग 10 रू की चाट भी खाते हैं तो प्लेट तक चाट लेते हैं…हमारे देश मे कई लोग ऐसे है जिन्हें दो वक्त का भोजन भी नही मिलता
कृपया भोजन का सम्मान करें 🙏🙏🙏🏻 pic.twitter.com/ng9LypYOge— संजय मद्धेशिया (@Sanjaybhaigkp) February 18, 2022
100 more people might have taken this food, if 600 would have thought of wastage, when they were taking their food. Pl don’t waste food, it is needed by some other needy 🙏
— Gopalchand Hurgat (@GHurgat) February 19, 2022
વાયરલ થઈ રહેલી આ તસવીર IAS ઓફિસર અવનીશ શરણે પોતાના ટ્વિટર એકાઉન્ટ પરથી શેર કરી છે. જેની સાથે તેણે કેપ્શનમાં લખ્યું- ‘એ ફોટો જે તમારા વેડિંગ ફોટોગ્રાફરથી છૂટી ગઈ, ખાવાનું બગાડવાનું બંધ કરો.’ આ તસવીર જોયા બાદ લોકો ખૂબ જ ગુસ્સામાં જોવા મળી રહ્યા છે અને કમેન્ટ્સ દ્વારા તેમની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.
Don’t waste your food 🙏 pic.twitter.com/OgsJgVR3WZ
— dr_sarcasticboy (@dr_sarcasticboy) February 18, 2022
એક યુઝરે લખ્યું, ‘આમ તો, લોકો થાળી પણ ચાડી જતા હોય છે તો પછી લગ્નમાં ભોજનનો બગાડ શા માટે કરે છે.’ જ્યારે અન્ય એક યુઝરે લખ્યું, ‘એવા નિયમો બનાવવા જોઈએ જેથી ખોરાકનો આવો બગાડ ટાળી શકાય.’ લખ્યું કે, ‘લગ્ન દરમિયાન બચેલો ખોરાક જરૂરિયાતમંદોમાં વહેંચવો જોઈએ.’ આ સિવાય અન્ય ઘણા યુઝર્સે આ અંગે કોમેન્ટ કરીને પોતાનો પ્રતિભાવ આપ્યો હતો.
આ પણ વાંચો: Technology: Google એ કહ્યું Chrome બ્રાઉઝરમાં છે 11 સિક્યોરિટી બગ્સ, જાણો તેને કઈ રીતે દૂર કરવા
આ પણ વાંચો: Viral: નાના ડોગીએ સૂંવરને ચાલવા કર્યું મજબૂર, વીડિયો જોઈ હસવું નહીં રોકી શકો