Hyundai પાકિસ્તાનની પોસ્ટ જોઈને ભારતીયો ગુસ્સે થયા, સોશિયલ મીડિયા પર ઉઠી #BoycottHyundaiની માંગ

કાશ્મીર સોલિડેરિટી ડે પર હ્યુન્ડાઈ પાકિસ્તાને એવી પોસ્ટ કરી, જેને જોઈને ભારતીયો ગુસ્સે થઈ ગયા અને #BoycottHyundaiની માંગ કરવા લાગ્યા.

Hyundai પાકિસ્તાનની પોસ્ટ જોઈને ભારતીયો ગુસ્સે થયા, સોશિયલ મીડિયા પર ઉઠી #BoycottHyundaiની માંગ
#BoycottHyundai trending on social media
| Edited By: | Updated on: Feb 06, 2022 | 9:34 PM

સોશિયલ મીડિયાની (Social Media) દુનિયામાં ક્યારે કોઈ મુદ્દો વાયરલ થઈ જાય તે વિશે કંઈ કહી શકાય નહીં. તાજેતરના સમયમાં પણ આવો જ એક મુદ્દો લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. જ્યાં લોકો #BoycottHyundai વિશે વાત કરી રહ્યા છે. વાસ્તવમાં સોશિયલ મીડિયા પર એક તસવીર વાયરલ થઈ રહી છે. જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે હ્યુન્ડાઈ પાકિસ્તાને સોશિયલ મીડિયા પર લખ્યું છે કે, ‘તમારા કાશ્મીરી ભાઈના બલિદાનને યાદ રાખો અને તેમના સમર્થનમાં ઊભા રહો કારણ કે તેઓ આઝાદીની લડત ચાલુ રાખે છે.’ આ પોસ્ટ વાયરલ થયા બાદ ભારતીયોનો ગુસ્સો સીધો સાતમા આસમાને પહોંચી ગયો હતો. આ જ કારણ છે કે ટ્વિટર પર #BoycottHyundai ટ્રેન્ડ કરી રહ્યું છે.

વાસ્તવમાં, 5 ફેબ્રુઆરીએ કાશ્મીર એકતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આવી સ્થિતિમાં દક્ષિણ કોરિયાની મોટર કંપની હ્યુન્ડાઈએ પાકિસ્તાનના સમર્થનમાં આ લખીને ભારતીયોનું લોહી ઉકાળ્યું. મોટર કંપનીની આ પોસ્ટ જોયા બાદ ભારતીય યુઝર્સનો ગુસ્સો સાતમા આસમાને છે.

જો કે મોટર કંપનીએ ભારતીયોના ગુસ્સાને જોઈને પોતાનું ઉશ્કેરણીજનક ટ્વીટ ડિલીટ કરી દીધું છે, પરંતુ ત્યાં સુધી લોકોએ તેનો સ્ક્રીનશોટ લીધો છે, જે હવે તસવીરના રૂપમાં વાયરલ થઈ રહ્યો છે. યૂઝર્સ કોમેન્ટ દ્વારા આ અંગે પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.

 

એક યુઝરે તસવીર શેર કરી અને કોમેન્ટમાં લખ્યું, ‘તમારે આ પોસ્ટ કરનાર તમારા કર્મચારીને તરત જ કાઢી મૂકવો જોઈએ.’ આ સિવાય બીજા પણ ઘણા યુઝર્સ છે જેમણે #boycotthyundai મામલે પોતાનું સમર્થન નોંધાવ્યું છે. તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે 1990થી પાકિસ્તાનમાં 5 ફેબ્રુઆરીએ ‘કાશ્મીર સોલિડેરિટી ડે’ મનાવવામાં આવે છે. આ અંતર્ગત તે કાશ્મીરનો મુદ્દો બધાની સામે ઉઠાવવા માંગે છે.

હવે આ સમગ્ર મામલે Hyundai ભારત તરફથી એક નિવેદન સામે આવ્યુ છે જેમાં તેણે ભારત અને ભારતના લોકોના હિત માટે કામ કરવાની વાત કરી છે. જોકે તેમના આ સ્ટેટમેન્ટ બાદ પણ સોશિયલ મીડિયા પર લોકોનો ગુસ્સો ઓછો નથી થઇ રહ્યો અને તેઓ સતત Hyundaiને બોયકોટ કરવાની વાત કરી રહ્યા છે.

આ પણ વાંચો –

Lata Mangeshkar Passed Away : સિંગર બનતા પહેલા લતા દીદીએ કેમેરાનો સામનો કર્યો હતો, એક્ટિંગ કરિયરમાં પણ મળી સફળતા

આ પણ વાંચો –

Hindustani Bhau Arrested : યુટ્યુબર હિન્દુસ્તાની ભાઉ ફરી પોલિસની ઝપટે, રવિવારની રાત વિતાવવી પડશે જેલમાં

Published On - 6:35 pm, Sun, 6 February 22