કિયારા અડવાણી સાથે પત્નીની સરખામણી પતિને પડી ભારે, ખાવા-પીવાનું થયું બંધ, જુઓ આ Funny Viral Video

એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક વ્યક્તિએ અજાણતામાં તેની પત્નીની તુલના અભિનેત્રી કિયારા અડવાણી સાથે કરી છે. તે પછી તે વ્યક્તિને ભૂખે રહેવું પડે છે. જુઓ આ જબરદસ્ત વાયરલ વીડિયો.

કિયારા અડવાણી સાથે પત્નીની સરખામણી પતિને પડી ભારે, ખાવા-પીવાનું થયું બંધ, જુઓ આ Funny Viral Video
Husband Wife Viral Video
Image Credit source: Twitter
| Edited By: | Updated on: Feb 05, 2023 | 2:09 PM

જો કોઈ પુરુષ સુખી દામ્પત્ય જીવન ઈચ્છતો હોય તો તેણે તેની પત્નીને સંભાળવાની કળામાં નિપુણતા મેળવવી જોઈએ, ખાસ કરીને ગુસ્સાવાળી/મૂડી પત્નીને. જો કે આ કળા સમય અને અનુભવ સાથે આવે છે, પરંતુ દરેક પુરુષ તેની પત્નીને સંભાળવાની કળામાં નિપુણતા મેળવી શકતો નથી. પરંતુ, જો તમે તમારા વિવાહિત જીવનમાં સુખ, શાંતિ અને પ્રેમ ઈચ્છો છો, તો તમારે તમારી જાતે જ શોધવું પડશે કારણ કે તે એક સ્વ-શિક્ષણ પ્રક્રિયા છે. જો પત્નીનો મૂડ થોડીક સેકન્ડ માટે બગડી જાય તો તમે આખો દિવસ ભૂખ્યા રહી શકો છો.

આ પણ વાંચો: Viral Video: મોડલે કર્યું એવુ રેમ્પ વોક કે લોકો જોતા જ રહી ગયા, રેમ્પ વોકનો આવો અંત તમે ભાગ્યે જ જોયો હશે

આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક વ્યક્તિએ અજાણતામાં તેની પત્નીની તુલના અભિનેત્રી કિયારા અડવાણી સાથે કરી છે. તે પછી તે વ્યક્તિને ભૂખે રહેવું પડે છે. માફી માંગવા અને તેની પત્નીનો મૂડ સુધારવા માટે વારંવાર વિનંતીઓ કરવા છતાં, તે શખ્સને રસોડામાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો.

ટ્વિટર પર વાયરલ થઈ રહેલા આ વીડિયોને પ્રવીણ નામના સોશિયલ મીડિયા યુઝરે શેર કર્યો છે. વીડિયોના કેપ્શનમાં લખ્યું છે, ‘જ્યારે પતિ તેની પત્નીની સરખામણી કિયારા અડવાણી સાથે કરે છે!’ 52 સેકન્ડના વીડિયોની શરૂઆતમાં ગુસ્સામાં પત્ની રસોડામાં રસોઈ કરતી જોવા મળે છે. તેણી ગુસ્સાના મૂડમાં હોય તેવું લાગે છે કારણ કે તેના પતિ તેણીને શાંત કરવાનો પ્રયાસ કરે છે અને તેની સાથે સમજદારીપૂર્વક વાત કરે છે.

વ્યક્તિએ કહ્યું, ‘ગુસ્સો ન કરો પ્રિયતમ, મને માફ કરજો. તે એક અભિનેત્રી છે. તુ તો એવી રીતે ગુસ્સે થઈ રહી છે હું જાણે તેની સાથે લગ્ન કરવા જઈ રહ્યો હોય.’ જેના પર પત્ની જવાબ આપે છે, ‘જાવ તેની સાથે લગ્ન કરી લો, તમારે અહીં રહેવાની જરૂર નથી.’ પતિ ફરીથી જવાબ આપ્યો, ‘હા, તે મારી સાથે લગ્ન કરવા માટે મરી રહી છે.’ જેના પર પત્ની જવાબ આપે છે, ‘ના, ના, તે તારી સાથે લગ્ન કરશે. બધી છોકરીઓ તારી સાથે લગ્ન કરવા મરી રહી છે.’

ત્યારે તે વ્યક્તિ કહે છે, ‘મને તે અભિનેત્રી તરીકે પસંદ છે. શું હું કોઈ અભિનેત્રીને પસંદ ન કરી શકું.’ પત્નીએ ફરી કટાક્ષ કરીને કહ્યું, ‘તો પછી તમે મારી સરખામણી કિયારા અડવાણી સાથે કેમ કરી? શું હું અભિનેત્રી છું?’ પુરુષે કહ્યું, ‘હું કહેવા માંગતો હતો કે તે સારો અભિનય કરી રહી છે.’ આ વખતે પત્ની કહે છે, ‘ચલે જાઓ યહાં સે, આજ ખાના નહીં મિલેગા’.