Video : પત્નીનો ચહેરો કાળો કરવા ગયો હતો આ પતિ ! પરંતુ બાદમાં જે થયુ એ જોઈને તમે પણ ચોંકી જશો

સોશિયલ મીડિયા (Social Media) પર અવાર નવાર કેટલાક પ્રેન્ક વીડિયો વાયરલ થતા જોવા મળે છે, ત્યારે તાજેતરમાં આવો જ એક પતિ અને પત્નીના પ્રેન્ક વીડિયોએ ઈન્ટરન્ટ પર ધમાલ મચાવી છે.

Video : પત્નીનો ચહેરો કાળો કરવા ગયો હતો આ પતિ ! પરંતુ બાદમાં જે થયુ એ જોઈને તમે પણ ચોંકી જશો
Funny Prank video viral on social media
| Edited By: | Updated on: Sep 18, 2021 | 3:38 PM

Funny Video:  સોશિયલ મીડિયાની દુનિયામાં અવાર નવાર પતિ અને પત્નીના વીડિયો વાયરલ થતા જોવા મળે છે. જેમાં કેટલાક વીડિયો એવા હોય છે, જે જોઈને આશ્વર્ય થાય છે, જ્યારે કેટલાક રમુજી વીડિયો (Video) જોઈને ખુબ હસવુ આવતુ હોય છે, ત્યારે તાજેતરમાં આવો જ એક પતિ અને પત્નીનો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં પતિની મસ્તી જોઈને તમે પણ હસીને લોટ પોટ થઈ જશો.

પતિએ પત્ની સાથે કરી મજાક

ઘણા લોકો ખૂબ જ તોફાની હોય છે અને તેઓ હંમેશા બીજા સાથે મજાક કરતા જોવા મળે છે. વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં (Viral Video) એક મહિલા સોફા પર સૂતી જોવા મળી રહી છે. તે જ સમયે, તેના પતિએ તેની હથેળી પર કાળો રંગ લગાવ્યો છે. આ વીડિયો જોઈને એવું લાગે છે કે પતિ તેની પત્ની સાથે મજાક કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. તે તેની પત્નીના ચહેરા પર કાળો રંગ લગાવીને તેને પરેશાન કરવા માગે છે.

પતિની મજાક તેના પર જ ભારે પડી જાય છે.

પરંતુ બીજી જ ક્ષણે, પતિની મજાક (Prank) તેના પર જ ભારે પડી જાય છે. તે જેવો પત્નીના ચહેરા પર કાળો રંગ લગાવવા માટે પ્રયત્ન કરે છે કે પત્નીને છીંક આવે છે. પછી જે થયુ એ જોઈને લોકોને ખુબ હસવુ આવી રહ્યુ છે.

જુઓ વીડિયો 

યુઝર્સ આપી રમુજી પ્રતિક્રિયા

તમને જણાવી દઈએ કે આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ (Instagram Account) પર હેપગુલ 5 નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. લોકોને આ વીડિયો ખુબ પસંદ આવી રહ્યો છે. યુઝર્સ આ વીડિયો એકબીજા સાથે શેર કરી રહ્યા છે અને તેના પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે. જેમાં એક યુઝર્સ લખ્યુ કે, તમે જે કરશો તે તમને મળશે, જ્યારે અન્ય યુઝર્સ પણ રમુજી પ્રતિક્રિયા (Funny Comments) આપતા જોવા મળી રહ્યા છે.

 

આ પણ વાંચો: Video : યુવકે ચાલતી ટ્રેનમાં કર્યા ખતરનાક સ્ટંટ , વીડિયો જોઈને તમે પણ દંગ રહી જશો !

આ પણ વાંચો: Video : કૂતરા અને કબૂતરની મસ્તીએ ઈન્ટરનેટ પર મચાવી ધમાલ, જોઈને તમે પણ કહેશો ‘યે હોતી હૈ સચ્ચી દોસ્તી’