Viral: પતિ-પત્નીએ રેસ્ટોરન્ટમાં જબરદસ્ત પ્રેન્ક કર્યો, લોકોએ કહ્યું ‘પૈસા બચાવવાની આ નિન્જા ટેકનિક છે’

|

Apr 04, 2022 | 7:34 AM

હાલના દિવસોમાં પણ પતિ-પત્ની સાથે જોડાયેલો એક વીડિયો આડેધડ વાયરલ થઈ રહ્યો છે. જેને જોઈને તમે પણ તમારા હાસ્ય પર કાબુ નહીં રાખી શકો.

Viral: પતિ-પત્નીએ રેસ્ટોરન્ટમાં જબરદસ્ત પ્રેન્ક કર્યો, લોકોએ કહ્યું પૈસા બચાવવાની આ નિન્જા ટેકનિક છે
Husband and Wife Funny Prank Video (Twitter)

Follow us on

જો તમે ઈન્ટરનેટની દુનિયામાં એક્ટિવ રહેતા હશો તો તમે જોતા હશો કે અહીં ફની વીડિયો દરરોજ વાયરલ થતા રહે છે. આમાં ઘણી વસ્તુઓ હાસ્યજનક છે, તો ઘણી વસ્તુઓ જોઈને આશ્ચર્ય થાય છે. ખાસ કરીને પતિ-પત્ની(Husband Wife Fight)ના ઝઘડાનો વીડિયો ઇન્ટરનેટ પર આવતાની સાથે જ વાયરલ (Viral Video) થઈ જાય છે. હાલના દિવસોમાં પણ પતિ-પત્ની સાથે જોડાયેલો એક વીડિયો આડેધડ વાયરલ થઈ રહ્યો છે. જેને જોઈને તમે પણ તમારા હાસ્ય પર કાબુ નહીં રાખી શકો. આ વીડિયો પતિ-પત્ની વચ્ચેના ઝઘડાનો છે, પરંતુ આ ઝઘડાની આડમાં તેઓ કંઈક એવું કરે છે જેનાથી તમારું માથું ઘૂમી જશે.

વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે પતિ-પત્ની એક રેસ્ટોરન્ટમાં ડાઈનિંગ ટેબલ પર બેઠા હતા. તેની સાથે એક મહિલા બેઠેલી જોવા મળી રહી છે. એવું લાગે છે કે તેણી તેને ઓળખતી હશે. વીડિયોમાં જોઈને લાગે છે કે મહિલા પતિ-પત્ની બંનેને ઓળખતી હોય છે. તમે જોઈ શકો છો કે ત્રણેય પોતપોતાનું ભોજન ખાઈ લીધુ છે.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

આ દરમિયાન પતિ સામે બેઠેલી મહિલાનું મોં સાફ કરવા લાગે છે. આ જોઈને પત્નીનો મૂડ બગડી જાય છે અને તે ઊભી થઈને ત્યાંથી નીકળી જાય છે. પતિને ગુસ્સામાં બહાર જતા જોઈને તે પણ પાછળ-પાછળ બહાર નીકળી જાય છે. જોકે, બહાર ગયા પછી બંને હસવા લાગે છે. બીજી તરફ, વેઈટર અંદર બેઠેલી મહિલાને ખાવાનું બિલ આપે છે.

આ ફની વીડિયો IPS ઓફિસર રુપિન શર્માએ પોતાના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પર શેર કર્યો છે. જેની સાથે તેણે કેપ્શન લખ્યું, ‘આ છે મની સેવર સ્કિમ. સમાચાર લખ્યા ત્યાં સુધી આ વીડિયોને ચાર હજારથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. આ સાથે જ આ વીડિયો પર ફની કોમેન્ટ પણ કરવામાં આવી રહી છે.

આ વીડિયો જોયા બાદ યુઝર્સે ફની કોમેન્ટ્સ કરી છે. એક યુઝરે લખ્યું, ‘બુરા ના માનો છેતરપિંડી છે જે પહેલાથી જ વિચારી લીધું છે.’ જ્યારે અન્ય એક યુઝરે લખ્યું, ‘આ પૈસા બચાવવાની નિન્જા ટેકનિક છે.’ આ સિવાય અન્ય ઘણા યુઝર્સે આના પર ફની કમેન્ટ્સ કરી છે.

આ પણ વાંચો: Sri Lanka: આર્થિક સંકટમાં સપડાયેલ શ્રીલંકાના સમગ્ર મંત્રીમંડળે આપ્યુ રાજીનામુ, મહિન્દા રાજપક્ષે રહેશે PM

આ પણ વાંચો: સતત 13મી વખત પેટ્રોલના ભાવમાં વધારો કરાયો, પેટ્રોલ 103.49 અને ડીઝલ 97.78 રૂપિયા પ્રતિ લિટર

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

Next Article