સોશિયલ મીડિયા (Social Media)ની દુનિયામાં કોઈને કોઈ પઝલ (Online Puzzle) સાથેની તસવીર લોકોમાં ચર્ચામાં રહે છે. તેની પાછળનું સૌથી મોટું કારણ એ છે કે યુઝર્સ જોરદાર રીતે ભાગ લે છે અને મામલો જોતા જ વાયરલ થઈ જાય છે. હાલમાં પણ આવી તસવીર લોકોમાં વાયરલ થઈ રહી છે. જેને જોઈને લોકો થોડા કન્ફ્યુઝ થઈ ગયા છે. જો તમે પણ વાયરલ થઈ રહેલી તસવીરમાં ચાર હાથી જોઈ રહ્યા છો તો વિશ્વાસ કરો તમારે પણ તમારી આંખો ચેક કરાવાની જરૂર છે. ભલે તમે માનતા ન હોવ, પરંતુ એ વાત સાચી છે કે આ ફોટામાં 7 હાથી (Elephants) છે. આ ક્ષણને કેપ્ચર કરવા માટે લગભગ 1400 ફોટોગ્રાફ્સ લેવામાં આવ્યા હતા! ફોટોગ્રાફરે એવી ફ્રેમ બનાવી કે તમામ 7 હાથીઓ તરસ છીપાવતા તસવીરમાં આવી ગયા.
આપની જાણકારી માટે જણાવી દઈએ કે આ ટ્વીટને સમાચાર લખ્યા ત્યાં સુધી સેંકડો લાઈક અને રીટ્વીટ મળી ચુક્યા છે. આ પછી હજારો લોકોએ કમેન્ટ કરી. કેટલાકે કહ્યું કે તેમને 5 હાથી દેખાય છે, જ્યારે કેટલાકે કહ્યું 7!
It took nearly 1400 clicks in 20 odd minutes to get this perfect sync frame of 7 Elephants quenching their thirst. CAN YOU SEE ALL 7#canonphotography @Canon_India @PMOIndia @moefcc pic.twitter.com/51WKgBqQBs
— WildLense® Eco Foundation 🇮🇳 (@WildLense_India) January 19, 2022
Don’t lie, it’s 6
— Love India (@PunyaBharath) January 19, 2022
Could find only 6..
— Dr Patrika Sharma (@patrikasharma) January 20, 2022
જ્યારે હાથીઓ પાણી પી રહ્યા હતા ત્યારે ફોટોગ્રાફરે તે ક્ષણને પોતાના કેમેરામાં કેદ કરી જ નહીં, પરંતુ તેનો વીડિયો પણ શૂટ કર્યો. આવી સ્થિતિમાં, જ્યારે લોકો ફોટામાં 7 હાથી શોધી શક્યા ન હતા, ત્યારે ‘વાઇલ્ડલેન્સ ઇન્ડિયા’એ આ વીડિયો શેર કર્યો છે, જેથી સાબિત થાય કે તસવીરમાં 7 હાથી છે. બાય ધ વે, આ તસવીરમાં તમને કેટલા હાથી દેખાય છે તે કમેન્ટ કરીને તમે પણ તમારો જવાબ આપી શકો છો.
આ પણ વાંચો: Viral: ઠંડીથી બચવા શખ્સે કારમાં જ લગાવી આગ, વીડિયો જોઈ લોકો બોલ્યા ‘ભારતમાં જ આ શક્ય છે’
આ પણ વાંચો: ખેતી સાથે આ વ્યવસાય અપનાવી ખેડૂતો કરી શકે છે સારી કમાણી, જાણો કેવી રીતે