લોકો પર પડ્યો સળગતો રાવણ, દશેરા પર રાવણ દહનના ભયાનક વીડિયો થયા વાયરલ

હાલમાં જ આખા દેશમાં દશેરા પર આખા દેશમાં રાવણ દહન કરવામાં આવ્યુ. તેના કેટલાક ભયાનક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ (Viral Video) થઈ રહ્યા છે.

લોકો પર પડ્યો સળગતો રાવણ, દશેરા પર રાવણ દહનના ભયાનક વીડિયો થયા વાયરલ
Horrific videos of Ravana Dahan
Image Credit source: TV9 gfx
| Edited By: | Updated on: Oct 06, 2022 | 5:35 PM

Ravan Dahan Viral Video :  ભારત તહેવારોનો દેશ છે. અહીં દરેક તહેવાર લોકો સાથે મળીને ધામધૂમથી ઉજવે છે. તેમાં ઘણા તહેવાર એવા હોય છે કે જેમાં સાવધાની રાખવામાં નહીં આવે તો ખતરનાક ઘટના બની શકે છે. જેમકે ઉતરાયણમાં પંગત ચગાવતી વખતે, દિવાળી પર ફટાકડા ફોડતી વખતે, હોલીકાદહન અને રાવણ રાવણદહન. આ સમયમાં લોકો પર જીવનું જોખમ ઘણુ હોય છે. આ સમયમાં સાવધાની ન રાખવામાં આવે તો મોટું નુકશાન થતુ હોય છે. હાલમાં જ આખા દેશમાં દશેરા પર આખા દેશમાં રાવણ દહન કરવામાં આવ્યુ. તેના કેટલાક ભયાનક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ (Viral Video) થઈ રહ્યા છે.

રાવણના રોદ્ર રુપના વાયરલ વીડિયો

 

રાવણ દહનનો આ ભયાનક વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર શેયર કરવામાં આવ્યો છે. આ ઘટના ઉત્તરપ્રદેશના મુજફ્ફરનગરનો છે. વીડિયોમાં રાવણ દહનનો નજારો જોઈ શકાય છે. રાવણને બનાવતા સમયે તેવા અનેક ફટાકડા પર રાખવામાં આવે છે. જેથી રાવણ દહનનો ભવ્ય નજારો બની શકે. પણ ઘણીવાર આ ફટાકડા આકાશમાં ફૂટવાની જગ્યાએ ઊંધી દિશામાં ફૂટે છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે, સળગતા રાવણમાંથી કેટલાક ફટાકડાના રોકેટ રાવણથી દૂર ઉભેલા લોકો પર પડે છે. એક પછી એક રોકેટ લોકો વચ્ચે જઈને પડે છે. ત્યાં ઊભેલા પોલીસ જવાનો અને લોકોમાં આ ઘટનાને કારણે હાહાકાર મચી જાય છે.

 

આવી જ એક ઘટના ભૂતકાળમાં બની હતી. જેનો વીડિયો પણ હાલમાં વાયરલ થયો હતો. આ વીડિયોમાં જોઈ શકાય છે કે સળગતા રોકેટ ત્યાં ઊભા લોકો તરફ આવે છે. જેેને કારણે લોકોમાં હાહાકાર મચી જાય છે. લોકો આ રોકેટથી બચવા ભાગતા જોવા મળી રહ્યા છે.

આ રાવણ દહનની ખતરનાક ઘટના હરિયાણામાં બની છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે એક મેદાનમાં રાવણ દહન થઈ રહ્યુ છે ત્યારે જ અચાનક સળગતો રાવણ તેની નજીક ઊભેલા લોકો પર પડે છે. આ ઘટનાને કારણે લોકોના જીવ અધર થઈ જાય છે. ઘણા લોકો આ ઘટનામાં ઘાયલ થાય છે. અન્ય લોકો તે ઘાયલ થયેલા લોકોને બચાવવા પણ જાય છે. રાહતની વાત એ છે કે આ ઘટનામાં કોઈનો જીવ નથી ગયો.