Viral : આ યુવકે જબરદસ્તી તેના પિતાને કરાવ્યો ડાન્સ, ગુસ્સે થયેલા પિતાએ જે કર્યુ તે જોઈને તમને પણ હસવુ આવશે

સોશિયલ મીડિયા પર લાંબા સમયથી એક ટ્રેન્ડ ખુબ વાયરલ થઈ રહ્યો છે. દરેક વ્યક્તિ આ ટ્રેન્ડને ફોલો કરતી જોવા મળી રહી છે. વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં પણ કંઈક આવુ જ જોવા મળે છે.

Viral : આ યુવકે જબરદસ્તી તેના પિતાને કરાવ્યો ડાન્સ, ગુસ્સે થયેલા પિતાએ જે કર્યુ તે જોઈને તમને પણ હસવુ આવશે
Dance Video Viral On Social Media
| Edited By: | Updated on: Oct 28, 2021 | 4:40 PM

Funny Video : આજકાલ ઇન્સ્ટાગ્રામ ચેલેન્જનું હબ બની ગયું છે, અહીં દરરોજ કંઇકને કંઇક ટ્રેન્ડમાં રહે છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આપવામાં આવતા ચેલેન્જને યુઝર્સ ફોલો કરતા જોવા મળે છે. તાજેતરમાં Da Ghetto નો ડાન્સ ટ્રેન્ડમાં છે. લોકો આ સોંગ પર ખૂબ જ ફની રીલ્સ બનાવી રહ્યા છે. આવો જ એક ટ્રેન્ડ ડાન્સ વીડિયો (Dance Video) ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં પિતા-પુત્રની જોડી આ સોંગ પર ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે.

પિતા-પુત્રની જોડીએ ઈન્ટરનેટ પર ધમાલ મચાવી

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી પિતા-પુત્રની આ જોડી લોકોને ખુબ પસંદ આવી રહી છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને વારંવાર જોવાનું પસંદ કરી રહ્યા છે, સાથે જ ફની પ્રતિક્રિયાઓ (Funny Comments) પણ આપી રહ્યા છે. આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર ધૂમ મચાવી રહ્યો છે.

જુઓ વીડિયો

વીડિયોમાં પહેલા અને પછીની સ્થિતિ બતાવવામાં આવી છે

આ વીડિયો પ્રતીકે તેના ઈન્સ્ટાગ્રામ (Instagram) પર પોસ્ટ કર્યો છે. વીડિયોમાં પ્રતિકે પહેલા અને પછીની સ્થિતિ બતાવવાનો પ્રયાસ કર્યો છે. પહેલા શોટમાં તેના પિતા તેને મારતા હોય છે, પરંતુ બાદમાં તે તેના પિતા સાથે ડાન્સ કરવા લાગે છે. વીડિયોમાં પિતા-પુત્ર જે રીતે ડાન્સ કરતા હતા તે ખૂબ જ ફની હતી અને તેમના વીડિયોએ ઈન્ટરનેટ પર દરેકનું દિલ જીતી લીધું છે.

યુઝર્સ રમુજી પ્રતિક્રિયા આપી રહ્યા છે

આ વીડિયોને સોશિયલ મીડિયા પર 50 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે. યુઝર્સ આ વીડિયો શેર કરી રહ્યા છે અને તેના પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે. એક યુઝર્સ કોમેન્ટ (Funny Comments) કરતાં લખ્યું, ‘આ ક્ષણ ખૂબ જ શાનદાર છે’ અન્ય એક યુઝરે લખ્યું, ‘મેં આ પહેલા ક્યારેય પિતા અને પુત્ર વચ્ચે આવું બંધન જોયું નથી’

 

આ પણ વાંચો: Viral Video : હિરોને હિરોપંતિ કરવી ભારે પડી ! રસ્તા પર ખતરનાક સ્ટંટ કરવાના ચક્કરમાં યુવકના થયા બેહાલ

આ પણ વાંચો: Kano Jigoro : ગુગલે જુડોના પિતા કાનો જિગોરોને ડૂડલ દ્વારા કર્યા સન્માનિત, જાણો માર્શલ આર્ટને નવી દિશા આપનાર કાનો જિગોરો વિશે

Published On - 4:39 pm, Thu, 28 October 21