સ્કાયવોકની છત પર નશામાં ધૂત યુવકનો હાઈવોલ્ટેજ ડ્રામા, રુંવાટા ઉભા કરી દેતો વીડિયો થયો વાયરલ

હાલમાં મુંબઈનો એક ચોંકવારો વીડિયો (Shocking Video) સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. નશામાં ધૂત એક યુવક સ્કાયવોકની છત પર ચઢી ગયો હતો. જેને બચાવવા માટે ખતરનાક રેસ્કયુ ઓપરેશન કરવામાં આવ્યુ હતુ.

સ્કાયવોકની છત પર નશામાં ધૂત યુવકનો હાઈવોલ્ટેજ ડ્રામા, રુંવાટા ઉભા કરી દેતો વીડિયો થયો વાયરલ
high-voltage drama on roof of a skywalk in Mumbai
Image Credit source: Twitter
| Edited By: | Updated on: Oct 20, 2022 | 5:18 PM

Mumbai Skywalk :  કોઈ પણ વસ્તુનો વધારે પડતો નશો દરેક માટે નુકશાનકારણ હોય છે. ભૂતકાળમાં આપણે દારુના નશામાં અનેક પરિવારને વેરવિખેર થતા જોયા છે. નશાની હાલતમાં અડધી રાતે રસ્તા પર ખરાબ હાલતમાં પડેલા લોકોને પણ તમે જોયા જ હશે. નશો કરનાર વ્યક્તિ નશાની હાલતમાં ભાન ભૂલીને ન કરવાના કામ કરવા લાગે છે. હાલમાં મુંબઈનો એક ચોંકવારો વીડિયો (Shocking Video) સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. નશામાં ધૂત એક યુવક સ્કાયવોકની છત પર ચઢી ગયો હતો. જેને બચાવવા માટે ખતરનાક રેસ્કયુ ઓપરેશન કરવામાં આવ્યુ હતુ.

આ વાયરલ વીડિયો 19 ઓક્ટોબરનો સવારે લગભગ 7.30 વાગ્યેનો છે. મુંબઈના નાના ચૌક સ્કાયવોકની છત પર શકીલ અહિયા નામનો એક યુવક નશાની હાલતમાં ચઢી ગયો હતો. પોતાના જીવને જોખમમાં મુકીને તેણે ધમાલ મચાવી હતી. આ ઘટનાની જાત ગાંવદેવી પોલીસને કરાતા, રેસ્ક્યુની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. લગભગ ડોઢ કલાકના હાઈ વોલ્ટેજ ડ્રામા બાદ આ 24 વર્ષીય નશામાં ધૂત યુવકને પકડવામાં સફળતા મળી હતી. પોલીસે યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધીને તપાસ શરુ કરી છે. આ ઘટના કારણે આજુબાજુના લોકોના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા. કારણ કે આ ઘટનામાં નશામાં ધૂત યુવકની સાથે સાથે રેસ્કયુ ટીમના સભ્યોના જીવનું જોખમ પણ હતુ.

આ રહ્યો રેસક્યુ ઓપરેશનનો એ ચોંકાવનારો વીડિયો

 


તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ વીડિયો ભારે વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. એક યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, નશાની હાલતમાં માણસ ન કરવાનું કરી બેસે છે. બીજા એક યુઝરે લખ્યુ છે કે, આવા કામ કરતા પહેલા પોતાના પરિવારનો વિચાર પણ કરો. અન્ય એક યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, આ છે ભારતનું ભવિષ્ય ? સારુ છે ગુજરાતમાં દારુ પર પ્રતિબંધ છે,નહીં તો રોજ સવારે પાણીની ટાંકી પર આવા લોકો જોવા મળે.