Accident Video: પુરપાટ ઝડપથી આવતી કારે ટ્રેક્ટરને મારી જોરદાર ટક્કર, જુઓ વીડિયો

|

May 10, 2022 | 9:36 AM

NCRB એ ગયા વર્ષે માર્ગ અકસ્માતો પર પોતાનો અહેવાલ પણ બહાર પાડ્યો હતો, જે મુજબ વર્ષ 2020 માં માર્ગ અકસ્માતોમાં 1.20 લાખ લોકો મૃત્યુ પામ્યા, જેમાં બેદરકારીથી સંબંધિત માર્ગ અકસ્માતોનો સમાવેશ થાય છે.

Accident Video: પુરપાટ ઝડપથી આવતી કારે ટ્રેક્ટરને મારી જોરદાર ટક્કર, જુઓ વીડિયો
Accident Video
Image Credit source: Instagram

Follow us on

વિશ્વમાં સૌથી વધુ માર્ગ અકસ્માતો(Road Accidents)ભારતમાં થાય છે. આ વાત અમે નથી કહી રહ્યા પરંતુ ગયા વર્ષે જાહેર થયેલો વર્લ્ડ બેંક(World Bank)નો રિપોર્ટ કહે છે. આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે વિશ્વભરમાં માર્ગ અકસ્માતને કારણે થતા કુલ મૃત્યુમાંથી 11 ટકા મૃત્યુ ભારતમાં થાય છે અને તે વિશ્વમાં સૌથી વધુ છે. દેશમાં દર વર્ષે લગભગ 4.5 લાખ માર્ગ અકસ્માતો થાય છે, જેમાં 1.5 લાખ લોકો મૃત્યુ પામે છે. NCRB એ ગયા વર્ષે માર્ગ અકસ્માતો પર પોતાનો અહેવાલ પણ બહાર પાડ્યો હતો, જે મુજબ વર્ષ 2020 માં માર્ગ અકસ્માતોમાં 1.20 લાખ લોકો મૃત્યુ પામ્યા, જેમાં બેદરકારીથી સંબંધિત માર્ગ અકસ્માતોનો સમાવેશ થાય છે.

એટલે જ કહેવાય છે કે પગપાળા ચાલતા હોવ તો પણ રસ્તા પર હંમેશા સાવચેતીપૂર્વક અને સાવધાનીપૂર્વક ચાલવું જોઈએ. રોડ એક્સિડન્ટને લગતા વીડિયો અવારનવાર સોશિયલ મીડિયા પર વાયરલ(Viral Video)થતા હોય છે. આજકાલ આવો જ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જે ખૂબ જ આશ્ચર્યજનક છે.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક ટ્રેક્ટર ટ્રોલી કાચા રસ્તા પરથી પાકા રસ્તા પર ચઢવાનો પ્રયાસ કરી રહી છે. તે દરમિયાન પાછળથી એક સ્પીડમાં કાર આવી રહી હતી. ટ્રેક્ટર ચાલક તેને હાથ આપે છે અને કાર ધીમી કરવા કહે છે, પરંતુ કાર ચાલક પોતાની ધૂનમાં હતો. તે રસ્તા પર ઝડપથી હંકારી રહ્યો હતો અને તેણે આવતાની સાથે જ ટ્રેક્ટરને એવી જોરથી ટક્કર મારી કે એક જ ઝટકામાં ટ્રેક્ટરનું એન્જિન બાકીના ભાગોથી અલગ થઈ ગયું. ભાગ્યશાળી હતો કે ટ્રેક્ટરનો ચાલક હચા ગયો હતો, અન્યથા ટક્કર એટલી જોરદાર હતી કે તેણે પોતાનો જીવ ગુમાવ્યો હોત અને ટ્રેક્ટરની ટ્રોલીમાં અન્ય ઘણા લોકો હોવાથી તેમનો જીવ પણ બચી ગયો હતો.

આ ચોંકાવનારો વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર oddly_satisfyiinngg આઈડીથી શેર કરવામાં આવ્યો છે, જેને અત્યાર સુધીમાં 4 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે, જ્યારે 28 હજારથી વધુ લોકોએ આ વીડિયોને લાઈક પણ કર્યો છે અને વિવિધ પ્રકારના પ્રતિભાવો પણ આપ્યા છે. એક યુઝરે કોમેન્ટ કરીને લખ્યું, ‘કોની ભૂલ’, તો તેના જવાબમાં બીજા યુઝરે લખ્યું છે, ‘ટ્રેક્ટર વાલે કિસાન જી’. તેણે પહેલા ટ્રેક્ટરને આખા રોડ પર લાવ્યો અને પછી તપાસ કરી કે કોઈ વાહન તો નથી આવી રહ્યું.

Next Article