તેલંગાણાના નાલગોંડામાં હેલિકોપ્ટર ક્રેશ થયું, 1 ટ્રેઇની પાઇલટ સહિત 2 પાઇલટના મોત, જુઓ Viral Video

|

Feb 26, 2022 | 8:39 PM

તેલંગાણાના નાલગોંડા જિલ્લામાં આજે એક હેલિકોપ્ટર ક્રેશ થયું હતું, જેમાં 1 ટ્રેઇની પાઇલટ સહિત 2 પાયલોટના મોત થયા હતા.

તેલંગાણાના નાલગોંડામાં હેલિકોપ્ટર ક્રેશ થયું, 1 ટ્રેઇની પાઇલટ સહિત 2 પાઇલટના મોત, જુઓ Viral Video
Helicopter crash in Nalgonda

Follow us on

તેલંગાણાના નાલગોંડા જિલ્લામાં આજે એક હેલિકોપ્ટર ક્રેશ થયું હતું, જેમાં 1 ટ્રેઇની પાઇલટ સહિત 2 પાઇલટના મોત થયા હતા. આ દુર્ઘટના કૃષ્ણા નદી પર નાગાર્જુનસાગર ડેમ પાસે પેડદાવુરા બ્લોકના તુંગાતુર્થી ગામમાં બની હતી. હેલિકોપ્ટર ક્રેશ થતા વિસ્ફોટનો જોરદાર અવાજ સાંભળીને સ્થાનિક લોકો ઘટનાસ્થળે એકત્ર થઈ ગયા હતા. આ વિમાન હૈદરાબાદની એક ખાનગી એવિએશન એકેડમીનું હતું. જો કે, મૃતકોની ઓળખ થઈ શકી નથી. અત્યારે અકસ્માતનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

આ દુર્ઘટનાગ્રસ્ત હેલિકોપ્ટરમાંથી ઘણો ધુમાડો નીકળી રહ્યો હતો. આ વીડિયોમાં જોઈ શકો છો કે, કેટલાક ગામલોકો દુર્ઘટનાગ્રસ્ત હેલિકોપ્ટરમાંથી પાઈલટને બચાવવાનો પ્રયાસ કરી રહયા છે. આ ફ્લાયટેક એવિએશનનું સેસના 152 મોડલ ટુ સીટર હેલિકોપ્ટર હતું.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

આ દુર્ઘટનાનો વીડિયો

 પોલીસને ખેડૂતો પાસેથી અકસ્માતની માહિતી મળી

નાલગોંડા પોલીસે કહ્યું કે, તેમને પેડદાવુરા મંડલના તુંગાતુર્થી ગામમાં ખેડૂતો પાસેથી માહિતી મળી હતી. તેઓએ આ દુર્ઘટના નજરે નિહાળી હતી. આ ખેડૂતોએ નાલગોંડા પોલીસને જાણ કરી હતી, ત્યારબાદ ઘટનાસ્થળે પોલીસ અને મેડિકલ ટીમ પહોંચી હતી.

હેલિકોપ્ટર પાવર લાઈન સાથે અથડાયું હોવાની આશંકા

પોલીસને શંકા છે કે, હેલિકોપ્ટર ખેતર પરના હાઈ ટેન્શન વીજ વાયર સાથે અથડાયું હતું અને આ દુર્ઘટના સર્જાઈ હતી. આ હેલિકોપ્ટર હૈદરાબાદની ફ્લાયટેક એવિએશન એકેડમીનું હતું.

આ પણ વાંચો – Russia Ukraine War: ધ્વંસ્ત થયેલી ઈમારતો, ડરેલા બાળકો, તસવીરો જોઇ તમારુ હ્રદય કાંપી ઉઠશે

આ પણ વાંચો – Dwarka : રાહુલ ગાંધીએ કહ્યું કોંગ્રેસને વિચારધારા ગુજરાતમાંથી મળી

Next Article