દુનિયામાં ‘હેવી ડ્રાઈવરો’ની કોઈ કમી નથી. આ એવા ડ્રાઈવરો છે જેઓ માત્ર પોતાની ધૂનમાં જ ડ્રાઈવિંગ કરતા નથી, પરંતુ તેમની ડ્રાઈવિંગ કુશળતાથી લોકોને સમય-સમય પર આશ્ચર્યચકિત કરતા રહે છે. હાલમાં આવા જ એક બસ ડ્રાઈવરના વીડિયોએ લોકોનું ધ્યાન ખેંચ્યું છે, જેને જોઈને લોકો કહી રહ્યા છે કે ભાઈ આ જ અસલી ‘હેવી ડ્રાઈવર’ છે. વીડિયોમાં ડ્રાઈવર જે રીતે તીવ્ર અને ખતરનાક વળાંક પર બસ ચલાવે છે તે જોઈને લોકો દંગ રહી ગયા છે.
આ પણ વાંચો: Viral Video: પૌત્ર સાથે રમતા રમતા દાદી પોતે બની ગયા બાળક, દાદીને સાઈકલ ચલાવતા જોઈ બાળક થયો રાજીનો રેડ
વાયરલ થઈ રહેલા વીડિયોમાં એક બસ ખતરનાક પહાડી રસ્તા પર તેજ ગતિએ દોડતી જોવા મળે છે. ડ્રાઈવર ડુંગરાળ રસ્તાના તીવ્ર વળાંક પર બસને એવી રીતે ફેરવે છે જે જોઈને આંખો ફાટી જાય. હવે આ વીડિયો જોઈને કેટલાક લોકો વ્યક્તિને હેવી ડ્રાઈવર કહી રહ્યા છે તો કેટલાક તેની ડ્રાઈવિંગ સ્કિલના દિવાના બની ગયા છે. જો કે, ઘણા લોકો એવું પણ માને છે કે ડ્રાઈવર ભલે દરેક ખૂણે-ખૂણાથી વાકેફ હોય, પરંતુ આ રૂટ પર પહેલીવાર મુસાફરી કરનારા લોકો માટે તે કોઈ દુઃસ્વપ્નથી ઓછું નથી.
Who wants to sit in his bus??🙄 pic.twitter.com/FDHrbF5dT0
— Varsha Singh (@varshaparmar06) March 26, 2023
વર્ષા સિંહ નામના ટ્વિટર યુઝરે @varshaparmar06 પરથી હેવી ડ્રાઈવરનો વીડિયો શેર કર્યો છે અને લોકોને પૂછ્યું છે કે- આ બસમાં કોણ બેસવાનું પસંદ કરશે? 51 સેકન્ડની આ ક્લિપને અત્યાર સુધીમાં એક લાખથી વધુ વખત જોવામાં આવી છે, જ્યારે સેંકડો લાઈક્સ અને કોમેન્ટ્સ આવી ચૂકી છે.
એક વપરાશકર્તા કહે છે, ‘પહાડી વિસ્તારોમાં, ડ્રાઇવરો ઇંચ ઇંચનો તફાવત જાણે છે, પ્રથમ વખત બેસનારા ફક્ત તેમના શ્વાસ રોકી રાખશે.’ જ્યારે, અન્ય કહે છે, તમારે તિરુમાલા જવું જોઈએ. ત્યાંનો અનુભવ એકદમ ભયાનક છે. અન્ય એક યુઝરે કમેન્ટ કરી, વીડિયો જોઈને જ હાલત થઈ ખરાબ, બસમાં બેઠા પછી શું થશે.
ટ્રેડિંગ સમાચાર ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
વાયરલ અને ટ્રેડિંગ વીડિયો સાથે જોડાયેલા તમામ ન્યૂઝ માટે જોડાયેલા રહો…