Foreign Villages: તમે આધુનિક ગામડામાં ચકલીઓનો કલરવ સાંભળ્યો છે? જો ના તો જુઓ આ વિડીયો

વિદેશ (Foreign) પણ પોતાની સંસ્કૃતિ પ્રમાણે અલગ-અલગ ગામડાં ધરાવે છે. ત્યાં જતાં વિદ્યાર્થીઓ કે બિઝનેસમેન લોકોને ત્યાનાં ગામડાં (Foreign Villages) વિશે જાણવું જોઈએ અને રહેવાની સુખ-સગવડની માહિતી હોવી જોઈએ. તો જાણો એક નવા ગામડાં વિશે.

Foreign Villages: તમે આધુનિક ગામડામાં ચકલીઓનો કલરવ સાંભળ્યો છે? જો ના તો જુઓ આ વિડીયો
England Modern Village
| Edited By: | Updated on: Aug 04, 2022 | 7:52 PM

આપણે બધા દેશમાં ઠેર ઠેર ફર્યા હોઈશું, ઘણી જગ્યાએ જવાનું મન પણ થતું હોય છે પણ તે સ્થાન કે પ્રદેશથી આપણે કેટલા વાકેફ છીએ, તે જાણવું ખૂબ જ જરૂરી છે. ગામડાંઓની સંસ્કૃતિ કંઈક અલગ હોય છે. આપણે ગામડાંની ખેતી વિશે જાણવું જરૂરી છે કારણ કે સંપત્તિવાન આપણે જરુર બનવું જોઈએ પણ ગામડા અને ખેતીને ક્યારેય ભૂલવા જોઈએ નહીં. ગ્રામીણ અને કૃષિ સંસ્કૃતિ આપણુ મૂળ છે. એમાં પણ જ્યારે આપણે નવી-નવી વસ્તુઓ જોવાની ઈચ્છા થાય ત્યારે શહેરના લોકોને એક કુતુહલ જાગે કે ગામડાં (villages) કેવા હશે? તો વિદેશના વિવિધ શહેરને જોઈને અંજાઈ ગયેલાઓના મનમાં ક્યારેક તો સવાલ થયો હશે કે, આ શહેર આવુ છે તો તેમના ગામડા કેવા હશે. આજે આપણે વાત કરીએ વિદેશના ગામડાની (Foreign village).

વિદેશ જતાં લોકોએ વિદેશના ગામડાં વિશે જાણવું

શહેરમાં જ જન્મથી મોટા થયેલા લોકો આજકાલ તેમના બાળકોને ગામડાં જોવા માટે લઈ જાય છે. જેથી કરીને તેઓ આપણી સંસ્કૃતિ તેમજ લોકોની રહેણીકરણી અને બોલીથી વાકેફ થાય. તેવી જ રીતે વિદેશનું પણ છે. ત્યાં પણ ગામડાં આવેલા છે અને તે પણ પોતાની અલગ સંસ્કૃતિ ધરાવે છે. જે લોકો વિદેશ જવા ઈચ્છે છે તેમજ બિઝનેસ કરવા કે ભણવા જવા માટે વિદેશ જવાનું ઈચ્છે તેમણે પણ વિદેશના ગામડાં વિશે જાણવું જોઈએ. કેમ કે જો તમને ત્યાંની સંસ્કૃતિ ફાવે તો તમે ત્યાં રહી શકો છો.

વિદેશમાં જવું હોય તો આટલી વસ્તુઓ જાણો…

શું તમે વિદેશ જવા ઈચ્છો છો.? તો તેની સંસ્કૃતિ અને રહેણી-કહેણી વિશે જાણવું જરૂરી છે કે તે લોકો કેવી રીતે રહે છે, તેનો પહેરવેશ, ખોરાક બધું જાણવું જરૂરી છે. ત્યાં કેટલી વસ્તુઓ તમને મળી રહેશે અને તમારે ત્યાં કેવી રીતે નિયમો ફોલો કરવા પડશે તે જાણવું જરૂરી છે. અમે તમને એક વીડિયોના માધ્યમથી તેના ગામડાં વિશે તમને રૂબરૂ કરાવશું. તમને અહીં ઈંગ્લેન્ડના એક ગામડાંનો વીડિયો આપેલો છે.

અહીં જુઓ ગામડાંનો વીડિયો

આ વીડિયોમાં તમે ઈંગ્લેન્ડનું એક ગામડું જોઈ શકો છો. તેની ખાસિયત એ છે કે પહોળાં અને ચોખ્ખા રસ્તાઓ છે. આ ગામમાં સુંદર મજાનું એક ઝરણું છે. આ ગામ એક નાનકડાં ટાઉન જેવું જ છે સાથે જ ખેતરો પણ જોવા મળે છે. આ વીડિયોમાં અલગ અલગ પ્રકારના ઘર તમને જોવા મળશે અને જૂના જમાનાનું બસ સ્ટેશન જોવા મળી રહ્યું છે. સુંદર મજાઓના પહાડો જોવા મળી રહ્યા છે, તો લુપ્ત થયેલી ચકલીઓનો કલરવ સાંભળવા મળશે. ઈંગ્લેન્ડનું આ ગામને મનાલી-હિમાચલ સાથે સરખાવવામાં આવે છે. અહીં આપેલી માહિતી ફકત તમારા નોલેજ માટે જ છે.

Published On - 7:31 pm, Thu, 4 August 22