હવે બનાવ્યો લીલા મરચાનો હલવો, આ જોઈ યુઝર્સ બોલ્યા ‘પૃથ્વી પર હવે કોઈ વસ્તુ બાકી રહી નહીં’

|

Jan 29, 2022 | 9:45 AM

સોશિયલ મીડિયામાં આ સમયે ઘણા બધા પ્રયોગ ટ્રેન્ડમાં છે. ખરેખર, અમે જેની વાત કરી રહ્યા છીએ તે લીલા મરચાનો હલવો છે. જે લોકો હલવા પ્રેમીઓ છે તેઓ આ તસ્વીર જોઈને ગુસ્સાથી લાલ-પીળા થઈ રહ્યા છે.

હવે બનાવ્યો લીલા મરચાનો હલવો, આ જોઈ યુઝર્સ બોલ્યા પૃથ્વી પર હવે કોઈ વસ્તુ બાકી રહી નહીં
Green chili pudding (Viral Image)

Follow us on

સોશિયલ મીડિયા (Social Media)ની દુનિયામાં ઘણી બધી સામગ્રી જોવા મળે છે. કંઈક એવું થાય છે જેને જોઈને બધા આશ્ચર્યચકિત થઈ જાય છે, સાથે જ તે વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ જાય છે. ઘણીવાર તમે લોકોને ફૂડ (weird food combination) સાથે પ્રયોગ કરતા જોયા હશે. કેટલાક પ્રયોગો એવા છે, જે જોઈને નિરાશા થાય છે. હવે આ સમયે સોશિયલ મીડિયામાં ઘણા બધા પ્રયોગ ટ્રેન્ડમાં છે. ખરેખર, અમે જેની વાત કરી રહ્યા છીએ તે લીલા મરચાનો હલવો છે. જે લોકો હલવા પ્રેમીઓ છે તેઓ આ વીડિયો જોઈને ગુસ્સાથી લાલ-પીળા થઈ રહ્યા છે.

તમે બધાએ જોયું જ હશે કે કોઈ મેગી સાથે વિચિત્ર પ્રયોગો કરી રહ્યું છે તો કોઈ ચામાં રૂહ અફઝા અથવા માખણ નાખી રહ્યું છે. હલવાની વાત કરીએ તો દરેકને તે એક સ્વીટ ડિશ ગમે છે, પરંતુ આ સમયે ઇન્ટરનેટ પર જે હલવો વાયરલ થઈ રહ્યો છે તે ભાગ્યે જ કોઈને ખાવાનું પસંદ હશે. આ વાનગી જોયા બાદ કોમેન્ટ સેક્શનમાં વિચિત્ર સવાલો આવી રહ્યા છે. કોઈ પૂછે છે કે આની શું જરૂર હતી? તો કેટલાકે કહ્યું કે હલવા પર અત્યાચાર બંધ કરો. આપને જણાવી દઈએ કે આ વીડિયો બધાને નિરાશ કરવાનો પ્રયાસ કરી રહ્યો છે.

Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વીટર પર એક તસવીર ઝડપથી વાયરલ થઈ રહી છે, જેમાં લીલા મરચાનો હલવો દેખાઈ રહ્યો છે. આ પોસ્ટ Rana Safvi એ પોતાના એકાઉન્ટ પર શેર કરી છે. તસવીર શેર કરતા પેજના એડમિને કેપ્શનમાં લખ્યું- શિયાળા માટે લીલા મરચાનો હલવો. આ પોસ્ટ પર લોકોની ઘણી પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે.

આ પણ વાંચો: Viral: હવે ગુલાબ જાંબુના વડા જોઈ સોશિયલ મીડિયા યુઝર્સ બોલ્યા ‘આ એક જ બાકી હતું’

આ પણ વાંચો: આ વ્યક્તિના ડાન્સ સ્ટેપ્સ જોઈ સારા-સારા ડાન્સરોને વળી જાય પરસેવો, જુઓ આ જબરદસ્ત Viral વીડિયો

Published On - 7:26 am, Sat, 29 January 22

Next Article