Video : દુલ્હન શોધતા એક વ્યક્તિનો વીડિયો શેર કરીને હર્ષ ગોયન્કાએ કરી અપીલ, યુઝર્સની પ્રતિક્રિયા જોઈને તમે પણ ચોંકી જશો !

|

Sep 29, 2021 | 3:44 PM

તાજેતરમાં ઉદ્યોગપતિ હર્ષ ગોયન્કાએ ટ્વિટર (Twitter)પર દુલ્હન શોધતા એક વ્યક્તિનો વીડિયો શેર કર્યો છે. જે સોશિયલ મીડિયા યુઝર્સને ખૂબ જ પસંદ આવી રહ્યો છે.

Video : દુલ્હન શોધતા એક વ્યક્તિનો વીડિયો શેર કરીને હર્ષ ગોયન્કાએ કરી અપીલ, યુઝર્સની પ્રતિક્રિયા જોઈને તમે પણ ચોંકી જશો !
harsh goenka tweet viral on social media

Follow us on

Viral Video : જાણીતા ઉદ્યોગપતિ હર્ષ ગોયન્કા સોશિયલ મીડિયા (Social media) પર ખુબ એક્ટિવ રહે છે.તેઓ અવારનવાર કેટલાક વીડિયો અને તસવીર શેર કરે છે.ત્યારે તાજેતરમાં તેણે કરેલુ એક ટ્વિટ ખુબ ચર્ચામાં છે.હર્ષ ગોયન્કાએ દુલ્હન શોધતા એક વ્યક્તિનો વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર શેર કર્યો છે. જે સોશિયલ મીડિયા યુઝર્સને ખૂબ પસંદ આવી રહ્યું છે.

ગોયન્કાની નવી પોસ્ટ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની

ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો

ઉદ્યોગપતિ ગોયન્કાની નવી પોસ્ટ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની છે,વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં (Video) જોવા મળે છે કે, એક વ્યક્તિ ખૂબ જ રમૂજી રીતે પોતાની પ્રોફાઇલ અને લાયકાત વિશે જણાવતો જોવા મળે છે. આ દરમિયાન આ વ્યક્તિ એ પણ જણાવે છે કે તેને કેવા પ્રકારની દુલ્હન જોઈએ છે. આ રમુજી વીડિયો (Funny Video) હાલ ઈન્ટરનેટ પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.

વીડિયોમાં લખવામાં આવ્યુ છે કે, Best Marriage Proposal Ever.પોતાના ટ્વિટર હેન્ડલ પર આ વીડિયો શેર કરતા હર્ષ ગોયન્કાએ કેપ્શનમાં લખ્યું, “આ વ્યક્તિ યોગ્ય દુલ્હનની તલાશમાં છે, કૃપા કરીને અરજી કરો”

જુઓ વીડિયો

વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

સોશિયલ મીડિયા પર આ વીડિયો ખુબ વાયરલ (Viral) થઈ રહ્યો છે.યુઝર્સ આ વીડિયો શેર કરી રહ્યા છે અને તેના પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે.જેમાં ડેનિશ સૈત નામના યુઝર્સ લખ્યુ કે, ‘મારો વીડિયો શેર કરવા બદલ આભાર સર. હું પરિણી ગયો છુ અને ખૂબ ખુશ છું.’ જ્યારે ગોયન્કાએ એક રમુજી જવાબ આપતા લખ્યું કે, ‘ખૂબ ખુશ. મહેરબાની કરીને હનીમૂનની તસવીરો પણ શેર કરો. ‘આ સાથે તેણે એક સ્માઇલી પણ મૂક્યા છે.

 

આ પણ વાંચો: Video : દિયરના લગ્નમાં ભાભીએ ઘૂંઘટમાં કર્યો જબરદસ્ત ડાન્સ, વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

આ પણ વાંચો:  Stunt Video : વ્યક્તિએ હિંચકા પરથી માર્યો જંપ, પછી જે થયુ તે જોઇને સૌ કોઇ ચોંક્યા

Next Article