Viral : બિઝનેસમેન ગોએન્કાની વધુ એક પોસ્ટ થઈ વાયરલ, જોઈને તમે પણ હસીને લોટ પોટ થઈ જશો

આજકાલ સોશિયલ મીડિયા પર હર્ષ ગોએન્કાએ શેર કરેલી એક ફની પોસ્ટ પર ખુબ વાયરલ થઈ રહી છે. યુઝર્સ આ પોસ્ટ પર રમુજી પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે.

Viral : બિઝનેસમેન ગોએન્કાની વધુ એક પોસ્ટ થઈ વાયરલ, જોઈને તમે પણ હસીને લોટ પોટ થઈ જશો
funny post goes viral
| Edited By: | Updated on: Nov 18, 2021 | 3:13 PM

Viral : જ્યારે પણ RPG ગ્રુપના ચેરમેન હર્ષ ગોએન્કા ટ્વિટર પર કોઈ પોસ્ટ શેર કરે છે, ત્યારે તે તરત જ વાયરલ થઈ જાય છે. તમને જણાવી દઈએ કે, ઉદ્યોગપતિ ગોએન્કા (Harsh Goenka) સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તે અવારનવાર રસપ્રદ પોસ્ટ અને વીડિયો શેર કરતા જોવા મળે છે. તાજેતરમાં તેની વધુ એક ફની પોસ્ટ ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહી છે. જેમાં તેણે પાલતુ પ્રાણી અને તેના માલિક વિશે જણાવ્યુ છે. યુઝર્સ આ પોસ્ટ પર રમુજી પ્રતિક્રિયા (Funny Comments) આપી રહ્યા છે.

આ દિવસોમાં ગોએન્કાની એક પોસ્ટ ચર્ચામાં છે. તેણે ટ્વિટ કરીને લખ્યું, ‘ધીમે ધીમે પાલતુ પ્રાણીઓના માલિકો તેમના પાલતુ પ્રાણી જેવા દેખાવા લાગે છે !’ આ સાથે તેણે એક તસવીર પણ શેર કરી છે. જેમાં એક કૂતરો અને તેનો માલિક જોવા મળે છે. ગોએન્કાની આ પોસ્ટને અત્યાર સુધીમાં હજારો લોકોએ લાઈક કરી છે.

જુઓ પોસ્ટ

જો કે ગોએન્કાએ મજાક અંદાજમાં આ ટ્વિટ કર્યું છે, પરંતુ કેટલાક પાલતુ પ્રેમીઓએ તેને ગંભીરતાથી લઈને તેમની પ્રતિક્રિયા આપી છે. પોતાના બે પાલતુ પ્રાણીઓ સાથેની તસવીર શેર કરતા એક યુઝરે લખ્યું, ‘કાશ હું આ બંને જેવી દેખાતી હોત. આ મારું ગૌરવ છે. જ્યારે અન્ય યુઝર્સ પણ રમુજી પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે. તમને જણાવી દઈએ કે ગોયન્કા દરરોજ તેના ચાહકો માટે રમુજી પોસ્ટ શેર કરતા રહે છે.

 

આ પણ વાંચો: Viral : જંગલમાં જોવા મળ્યો કોબ્રાનો અદ્ભૂત નજારો, લોકો ગણાવી રહ્યા છે “આશીર્વાદ”

આ પણ વાંચો: TV9 Gujarati ‘હાસ્યનો ડાયરો’: પત્નીએ પતિ સાથે અબોલા લીધા….અને એવું માનતી હતી કે હું મારા પતિને સજા કરૂં છું….!!!

Published On - 2:32 pm, Thu, 18 November 21