Happy Fathers Day 2022: લોકોએ ખાસ રીતે પિતાને યાદ કરીને સોશિયલ મીડિયા પર શેર કર્યા ફની મીમ્સ

|

Jun 19, 2022 | 9:10 AM

19 જૂન, 2022ના રોજ આખો દેશ ફાધર્સ ડે 2022ની (Fathers Day 2022) ઉજવણી કરી રહ્યો છે. #happyfathersday સોશિયલ મીડિયા પર પણ ટોપ ટ્રેન્ડમાં છે. આને લઈને ચાહકો પોત-પોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

Happy Fathers Day 2022: લોકોએ ખાસ રીતે પિતાને યાદ કરીને સોશિયલ મીડિયા પર શેર કર્યા ફની મીમ્સ
Happy Fathers Day

Follow us on

જો કોઈને ભગવાનથી પણ ઊંચું સ્થાન મળ્યું હોય તો તે માતા-પિતા (Parents) જેઓ પોતાના સંતાનો માટે કોઈપણ પ્રકારની મુશ્કેલી જોઈ શકતા નથી. બાળક ટેન્શનમાં હોય તો માતાની ઊંઘ અને પિતાની શાંતિ તરત જ જતી રહે છે. એક તરફ માતા બાળક પર પ્રેમ વરસાવે છે તો કર્મની આગમાં સ્વયંને બાળીને પોતાના બાળકોને કુંદન બનાવે છે. આ નિઃસ્વાર્થ પ્રેમ, સમર્પણને માન આપીએ તેટલો દરરોજ ઓછો છે પરંતુ તેમ છતાં, અમે કૃતજ્ઞતા દર્શાવવા માટે 19 જૂને ફાધર્સ ડે ઉજવીએ છીએ. મધર્સ ડેની જેમ, આ દિવસે લોકો તેમના પિતાને ભેટ (Gifts) આપીને અથવા તેમને એક દિવસ માટે બહાર લઈ જઈને વિશેષ અનુભવ કરાવે છે.

આજનો આ દિવસ છે પપ્પાને કહેવાનો કે ભલે તે ના બોલે પણ આપણે જાણીએ છીએ કે તે આપણને કેટલો પ્રેમ કરે છે. આ દિવસ આપણા જીવનમાં તેમનું મહત્ત્વ સમજાવવા માટે યોગ્ય છે. #happyfathersday સોશિયલ મીડિયા પર પણ ટોપ ટ્રેન્ડિંગ છે. જ્યારે કેટલાક આ હેશટેગ સાથે તેમના પિતા માટે સંદેશા લખી રહ્યા છે, તો ઘણા વપરાશકર્તાઓ ફની મીમ્સ શેર કરી રહ્યા છે.

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

અહીં લોકોની પ્રતિક્રિયા જુઓ…

તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે આ દિવસ દર વર્ષે જૂનના ત્રીજા રવિવારે ઉજવવામાં આવે છે. એવું કહેવાય છે કે આ દિવસ પ્રથમ વખત અમેરિકામાં વર્ષ 1907માં ઉજવવામાં આવ્યો હતો. જ્યારે તેની સત્તાવાર શરૂઆત વર્ષ 1910માં થઈ હતી. ત્યારથી, વિશ્વના લગભગ 111 દેશો ફાધર્સ ડે ઉજવે છે.

Next Article