OMG : આ મશહુર હેર સ્ટાઈલસ્ટે મહિલાના માથા પર થૂંકીને કાપ્યા વાળ ! વીડિયો વાયરલ થતા ભડક્યા યુઝર્સ

આ દિવસોમાં હેર સ્ટાઈલિસ્ટ જાવેદ હબીબનો એક વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે.જેમાં તે જે રીતે વાળ કાપી રહ્યા છે તે જોઈને તમે પણ ચોંકી જશો.

OMG : આ મશહુર હેર સ્ટાઈલસ્ટે મહિલાના માથા પર થૂંકીને કાપ્યા વાળ ! વીડિયો વાયરલ થતા ભડક્યા યુઝર્સ
Hair stylist jawed habib spitting on hair
| Edited By: | Updated on: Jan 06, 2022 | 5:54 PM

Viral Video : સોશિયલ મીડિયા પર દરરોજ કોઈને કોઈ વીડિયો (Video) ચર્ચમાં આવતો હોય છે. વાયરલ થઈ રહેલા કેટલાક વીડિયો જોઈને યુઝર્સ પણ હેરાન રહી જાય છે. તમે અત્યાર સુધી વાળ કાપવા માટે વિવિધ ટ્રીકનો યુઝ કરતા હેર સ્ટાઈલિસ્ટ (Hair Stylist) જોયા હશે.પરંતુ શું તમે ક્યારેય કોઈ હેર સ્ટાઈલિસ્ટને થુંકીને વાળ કાપતા જોયા છે.

મશહુર હેરસ્ટાઈલિસ્ટ જાવેદ હબીબે આ રીતે કાપ્યા વાળ

જી હા તમને જાણીને નવાઈ લાગશે,પરંતુ વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં કંઈક આવુ જ જોવા મળી રહ્યુ છે. મશહુર હેરસ્ટાઈલિસ્ટ જાવેદ હબીબે (Javed Habib)  મુઝફ્ફરનગરમાં એક શો દરમિયાન મહિલાના વાળ પર થૂંકીને તેના વાળ કાપ્યા હતા. જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે.

જુઓ વીડિયો

જાવેદ હબીબનો બહિષ્કાર કરવાની માંગ ઉઠી

ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે જાવેદ હબીબ વાળને લઈને ટિપ્સ (Hair Tips) આપી રહ્યા છે. તેમજ મહિલાના વાળ કાપતી વખતે તેઓ વાળમાં થૂંકે છે અને કહે છે કે તેમાં જીવ છે. જો તમારી પાસે પાણી નથી, તો તમે આ રીતે વાળ પણ કાપી શકો છો. જાવેદ હબીબનો આ વીડિયો હાલ સોશિયલ મીડિયા (Social Media) પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. તેમજ આ વીડિયો જોયા બાદ લોકો જાવેદ હબીબનો બહિષ્કાર કરવાની માંગ કરી રહ્યા છે.

આ વીડિયો યુઝર્સ એકબીજા સાથે શેર કરી રહ્યા છે અને તેના પર પ્રતિક્રિયા (Comments) આપતા જોવા મળી રહ્યા છે.જેમાં એક યુઝરે લખ્યુ કે,આ રીતે હેર સ્ટાઈલિસ્ટ લોકોને ગેરમાર્ગ દોરી રહ્યા છે.જ્યારે અન્ય એક યુઝરે લખ્યુ કે, આ રીતે વાળ કાપીને જાવેદ હબીબ શું સાબિત કરવા માગે છે. આ સિવાય અન્ય કેટલાક યુઝર્સ પણ હેર સ્ટાઈલિસ્ટના આ વર્તને વખોડી રહ્યા છે.

આ પણ વાંચો : Video : નદી પાર કરવા આ યુવકે અપનાવ્યો શોર્ટકટ, પછી જે થયુ તે જોઈને તમને પણ હસવુ આવશે