Viral: પોતાના જ લગ્નમાં પૈસા સરકાવતા જોવા મળ્યા દુલ્હા-દુલ્હન, લોકો બોલ્યા ‘બન્ને સરખા ભેગા થયા’

સોશિયલ મીડિયા પર હાલ દુલ્હા-દુલ્હનનો એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ જોયા પછી તમે પણ એ જ કહેશો - લાગે છે કે બંન્નેના 36 ગુણોમાંથી 36 ગુણ મળી ગયા છે.

Viral: પોતાના જ લગ્નમાં પૈસા સરકાવતા જોવા મળ્યા દુલ્હા-દુલ્હન, લોકો બોલ્યા બન્ને સરખા ભેગા થયા
Groom and bride pick 2 thousand from stage (Viral Video Image)
| Edited By: | Updated on: Jan 23, 2022 | 9:45 AM

આપણા દેશમાં લગ્ન (Marriage Funny video)પ્રસંગે લોકો ખુશીથી નાચે છે અને ગાય છે અને એકબીજા પર પૈસા પણ ઉડાવે છે. આમાંથી મોટા ભાગના પૈસા કાં તો ડાન્સ પર ઉડાવવામાં આવે છે અથવા વરરાજા પર ઉડાવામાં આવે છે અને ત્યાં હાજર બાળકો અથવા વગાડનાર આ પૈસા ઉપાડે છે. પરંતુ હવે અમે તમને જે વીડિયો બતાવવા જઈ રહ્યા છીએ, આવો વીડિયો (Viral Video) તમે પહેલા નહિ જોયો હોય. આ વીડિયોમાં દુલ્હા-દુલ્હન કંઈક એવું કરતા જોવા મળે છે કે જે સામાન્ય રીતે જોવા નથી મળતું.

દુલ્હા-દુલ્હન તેમના લગ્નમાં કંઈક એવું કરે છે જે જોઈને ત્યાં હાજર મહેમાનો હસવા લાગે છે. ત્યારે દુલ્હાએ જે કર્યું તેમાં દુલ્હને પણ તેનો સાથ આપ્યો છે. આ વીડિયો જોયા પછી તમે પણ એ જ કહેશો, ભાઈ પોતાના લગ્નમાં આવું કરે છે!

વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે દુલ્હા-દુલ્હન સ્ટેજ પર ઉભા છે અને તેઓ ખૂબ ખુશ દેખાઈ રહ્યા છે. આ દરમિયાન ત્યાં હાજર લોકો પૈસા ઉડાડવા લાગે છે. જેના કારણે સ્ટેજ પર નોટો વેરવિખેર જોવા મળે છે. દરમિયાન, દુલ્હો ધીમેથી બેસી અને સ્ટેજ પર પડેલી નોટ ઉપાડી લે છે. ત્યાર બાદ દુલ્હન દુલ્હાને ધીરેથી એક નોટ હાથમાં આપે છે અને હસે છે.

સોશિયલ મીડિયા યુઝર્સ આ ફની વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે. ઘણા યુઝર્સે કોમેન્ટ દ્વારા આ અંગે પોતાની પ્રતિક્રિયા આપી છે. એક યુઝરે લખ્યું, ‘આને કહેવાય 36ના 36 ગુણ, લૂંટારુ વરરાજાની લૂંટારુ દુલ્હન.’ જ્યારે અન્ય એક યુઝરે લખ્યું, ‘ભાઈ એક નંબરથી ભાભી દસ નંબરી.’ અન્ય એક યુઝરે લખ્યું, ‘યાર પોતાના લગ્નમાં આવું કોણ કરે છે ભાઈ.’ આ સિવાય બીજા પણ ઘણા યુઝર્સે આ વીડિયો પર ફની કોમેન્ટ્સ કરી છે.

જાણકારી માટે જણાવી દઈએ કે આ વીડિયો સોશિયલ મીડિયા સાઈટ ઈન્સ્ટાગ્રામ પર kuldeepkaushik1 નામના એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો છે. જેને સમાચાર લખ્યા ત્યાં સુધી કરોડો વ્યુઝ મળી ચૂક્યા છે, જ્યારે આ વીડિયોને 17 લાખથી વધુ લોકોએ લાઈક કર્યો છે. બાય ધ વે, તમને દુલ્હા-દુલ્હનનો આ વીડિયો કેવો લાગ્યો, અમને કોમેન્ટ સેક્શનમાં ચોક્કસ જણાવો.

આ પણ વાંચો: Budget 2022: પર્યટન ક્ષેત્ર કોરોનાથી પીડિત છે, તો નાણામંત્રી નિર્મલા સીતારમણ પાસે આ ક્ષેત્રની શું માંગ છે?

આ પણ વાંચો: Viral Video: ડોલ્ફિનનું બચ્ચું જન્મતા જ લાગ્યું તરવા, યુઝર્સ બોલ્યા અદ્ભૂત!

Published On - 9:21 am, Sun, 23 January 22