જ્યારે ઘરનો મામલો પોલીસ સ્ટેશને પહોંચે છે, ત્યારે બધાને આ બાબતની જાણ થાય છે. ત્યારે ઘણા લોકો પોલીસ સ્ટેશનથી પણ આગળ જઈને કોર્ટ-કચેરીની બાબતમાં ફસાઈ જાય છે. જ્યારે કેટલાક લોકો એવા પણ છે જેઓ પોતાની લડાઈ પોલીસ સ્ટેશને જ પતાવી દે છે. આ દિવસોમાં દાદા દાદીનો એક વીડિયો (Viral Video)સામે આવ્યો છે. તેમની વચ્ચે ઝઘડો થયો. ઝઘડો એટલો વધી ગયો કે બંને પોલીસ સ્ટેશન પહોંચ્યા. પરંતુ આ દરમિયાન પોલીસકર્મીઓએ પણ સમજદારી દાખવી અને ખુબ જ પ્રેમથી વિવાદનો ઉકેલ લાવી દીધો હતો.
આ મામલો ગોંડાનો જણાવવામાં આવી રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે દાદા-દાદી પ્રેમથી એકબીજાને મીઠાઈ ખવડાવી રહ્યાં છે. આ વીડિયો યુપી પોલીસના સચિન કૌશિકે ટ્વિટર પર શેર કર્યો છે. તેના કેપ્શનમાં તેણે લખ્યું, ‘દાદા-દાદીની લડાઈ થઈ અને પોલીસ સ્ટેશન પહોંચ્યા, હવે સમજૂતી જુઓ. સુંદર વીડિયો.’
दादा-दादी का झगड़ा हुआ और थाने तक पहुँच गया, अब समझौता देखिए।❤️😅
खूबसूरत वीडिओ💕#Love #Respect pic.twitter.com/VyV9wSH9Vg
— SACHIN KAUSHIK (@upcopsachin) April 13, 2022
પહેલા દાદી દાદાને મીઠાઈ ખવડાવે છે. દાદા તેમને એ વાત યાદ કરાવે છે કે આગળથી આ બાબત ધ્યાન રહે, પછી તેઓ દાદાને મીઠાઈ ખવડાવે છે. દાદી પહેલાં ખાતા નથી. પછી દાદા તેને પોતાના હાથે ખવડાવે છે. ટ્વિટર યુઝર્સે પણ પોલીસના આ પ્રયાસની પ્રશંસા કરી હતી. લોકોએ આ સુંદર વીડિયો અને દાદા-દાદીની ક્યૂટ સ્ટાઇલને પસંદ કરી છે.
આ વીડિયોમાંથી એક ખાસ સંદેશ પણ મળી રહ્યો છે કે જીંદગીના કોઈ પણ પડાવમાં હોવ પરંતુ જો બંન્ને લોકો એટેલે કે પતિ-પત્ની વચ્ચે ભલે ગમે તેટલા ઝઘડા થતા હોય પરંતુ પ્રેમ અને શાંતિથી તે ઝઘડા ભૂલી આગળ વધી શકાય છે. આ વીડિયોમાં પોલીસે ખુબ મહત્વની ભૂમિકા ભજવી અને દાદા-દાદીના ઝઘડાને પ્રેમ પૂર્વક સમાધાન કરી લોકોના દિલ જીતી લીધા છે.
આ પણ વાંચો: PM Kisan: હવે આધાર વિના નહીં મળે પીએમ કિસાન સ્કીમના પૈસા, નિયમો કરાયા કડક, જાણો શું થયા ફેરફાર
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો