સોશિયલ મીડિયા પર લડાઈ-ઝગડાના વીડિયો સૌથી વધુ વાયરલ થતા હોય છે. સામાન્ય દિવસોમાં તમે જોયુ હશે કે લોકોને બીજા વચ્ચે થતી લડાઈ જોવામાં ખુબ મજા આવે છે. કેટલાક લોકો તો આ લડાઈને લાંબી કરવાનો પણ પ્રયાસ કરતા હોય છે. ઘણા તો એ જાણવામાં વ્યસ્ત હોય છે કે આ લડાઈ શરુ ક્યાથી થઈ અને આ લડાઈ કેમ થઈ ? થોડા દિવસ પહેલા બસમાં જગ્યા માટે લડતા 2 કાકાનો વીડિયો વાયરલ (Viral Video) થયો હતો. આ વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થયો હતો. તેના ઘણા મીમસ (Viral Memes) પણ બન્યા હતા. હાલમાં ગૂગલ ઈન્ડિયાએ તેના પર એક મસ્ત વીડિયો બનાવી શેર કર્યો છે. આ વીડિયોમાં સરસ ક્રિએટિવિટીનો ઉપયોગ થયો છે.
દુનિયામાં બે પ્રકારના લોકો હોય છે – જેઓ એક બ્રાઉઝર ટેબ સાથે કામ કરે છે અને બીજા જેઓ એટલી બધી ટેબ સાથે કામ કરે છે કે સિસ્ટમ હેંગ થઈ જાય છે અથવા ધીમી થઈ જાય છે. ગૂગલ ઈન્ડિયાએ એવા લોકોને પણ ટ્રોલ કર્યા છે જેઓ પોતાની સ્ટાઈલમાં ઘણા બધા ટેબનો ઉપયોગ કરે છે. ગૂગલે તેમના ઈન્સ્ટાગ્રામ પેજ પર એક વીડિયો શેર કર્યો છે. ગૂગલ ઈન્ડિયાએ બસમાં સીટ પર જગ્યા માટે લડતા 2 કાકાના વાયરલ વીડિયોના ઓડિયો ટ્રેકનો ઉપયોગ કરીને 2 ટેબ સાથે એક રમુજી વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં 2 ટેબ જોઈ શકાય છે, જેમાં લખ્યું છે કે, ‘ઘણી જગ્યા છે, જગ્યા નથી.’ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરાયેલા આ વીડિયોના કેપ્શનમાં લખ્યું છે, ‘તમે કઈ ટીમમાં છો?’
મુંબઈ પોલીસે પણ એક મહત્વપૂર્ણ ટ્રાફિક એડવાઈઝરી સાથે રમુજી રીતે વીડિયો શેર કર્યો હતો. કેપ્શનમાં મુંબઈ પોલીસ વિભાગે કહ્યું કે, ‘ટુ-વ્હીલર પર કોઈ ત્રીજા વ્યક્તિ માટે જગ્યા નથી.’ એટલું જ નહીં, ફૂડ ડિલિવરી એપ સ્વિગીએ વાયરલ વીડિયોના ઓડિયો ટ્રેકનો ઉપયોગ કરીને બતાવ્યું કે, પ્લેટમાં હંમેશા વધુ જગ્યા હોય છે.