Google Doodles : જુડો એ જેકેટ રેસલિંગ અને આધુનિક જાપાનીઝ માર્શલ આર્ટની (Marshal Art) એક શૈલી છે. આ ગેમ્સનો ઓલિમ્પિક ગેમ્સ અને પેરાલિમ્પિક ગેમ્સમાં પણ સમાવેશ થાય છે.શું તમે જાણો છો કે આ રમત કોણે બનાવી ? આ ગેમ્સનો શ્રેય જાપાનના કાનો જિગોરોને જાય છે, જેની 161મી જન્મજયંતિ પર ગુગલે તેને ડૂડલ દ્વારા સન્માનિત કર્યા છે.
શું તમે જાણો છો કે આ રમત કોણે બનાવી ?
જાપાનના પ્રોફેસર કાનો જિગોરોને “જુડોના પિતા”(Judo’s Father) તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે તેમણે માત્ર આ રમત જ નથી બનાવી પરંતુ માર્શલ આર્ટને પણ નવી ઓળખ આપી હતી.જીગોરોનો જન્મ 1860માં મિકેજમાં થયો હતો. 11 વર્ષની ઉંમરે તે તેના પિતા સાથે ટોક્યો ગયા હતા અને ત્યારથી જ તેણે આ વિષયમાં કામ કરવાનું શરૂ કર્યું.
માર્શલ આર્ટને નવી દિશા આપી
શરૂઆતમાં, તે જુજુત્સુના માર્શલ આર્ટનો અભ્યાસ કરવા માંગતો હતો અને તેને આ માટે ટોક્યો યુનિવર્સિટીમાં (Tokyo University) જુજુત્સુ માસ્ટર અને ભૂતપૂર્વ સમુરાઇ ફુકુડા હાચિનોસુકેએ મદદ કરી હતી.એવું કહેવાય છે કે જુડોનો જન્મ જુજુત્સુની લડાઈની મેચ દરમિયાન થયો હતો જ્યારે ‘કાનોએ તેના મોટા પ્રતિસ્પર્ધીને મેટ પર લાવવા માટે પશ્ચિમી કુસ્તીનો ઉપયોગ કર્યો હતો’.
તમને જણાવી દઈએ કે, જુજુત્સુમાં ઉપયોગમાં લેવાતી સૌથી ખતરનાક તકનીકોને દૂર કરીને કાનોએ “જુડો,” એક સુરક્ષિત રમતની રચના કરી. 1882માં જ્યારે કાનોએ ટોક્યોમાં (Tokyo) કોડોકન જુડો ઇન્સ્ટિટ્યૂટમાં તેણે પોતાનુ માર્શલ આર્ટ જિમ ખોલ્યું, જ્યાં તે વર્ષો સુધી જુડો વિકસાવવાનું ચાલુ રાખ્યુ હતુ.
આ પણ વાંચો: Viral Video : હિરોને હિરોપંતિ કરવી ભારે પડી ! રસ્તા પર ખતરનાક સ્ટંટ કરવાના ચક્કરમાં યુવકના થયા બેહાલ
આ પણ વાંચો: આવી બોસ બધાને મળે ! અમેરીકાની આ બોસે તેના કર્મચારીઓને આપી એવી ગિફ્ટ કે તેમના આંખોમાંથી આંસુ આવી ગયા