તમારામાંથી ઘણા લોકો જાણતા હશે કે સ્માર્ટફોન બનાવવામાં સોનાનો ઉપયોગ થાય છે અને તેનું કારણ એ છે કે સોનું એક સારું વાહક છે અને તેનો ઉપયોગ ચિપ્સ વગેરેમાં થાય છે જે સ્માર્ટફોનને થોડો મોંઘો બનાવે છે. ત્યારે હાલ સોશિયલ મીડિયા એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તે યુવક ફોન સ્ક્રેપમાંથી શુધ્ધ સોનુ કાઢે છે.
સ્માર્ટફોનના થોડા જ ભાગોમાં સોનાનો ઉપયોગ થાય છે કારણ કે તે ખૂબ મોંઘુ હોય છે અને જો તેનો ઉપયોગ કરવામાં આવે તો સ્માર્ટફોનની કિંમત વધુ વધી જશે. જે લોકો આ વાત જાણે છે તેમણે હવે એક નવો ધંધો શરૂ કર્યો છે જેમાં જૂના સ્માર્ટફોન લેવામાં આવે છે અને તેમાં રહેલું સોનું બહાર કાઢવામાં આવે છે. ત્યારે આ યુવકે પણ આવુ જ કઈક કરીને ફોનમાં છુપાયેલુ સોનુ બહાર કાઢ્યું છે.
તેના માટે તેણે પહેલા ઊંચા તાપમાનનો ઉપયોગ કરીને બધા જ ફોન સ્ક્રેપને બાળી નાખ્યા, જે બાદ ઘણા બધા રસાયણોમાં ભેળવીને તેની માટે ઘણી પ્રોસેસ કરી જે બાદ સોનું કાઢી શકાયું.
જો આ વાંચી તમે પણ ફોનમાંથી સોનુ બહાર કાઢવાનું વિચારી રહ્યા છો તે માંડી વાળજો. કારણ કે 1 ગ્રામ સોનું મેળવવા માટે તમારે 41 મોબાઈલ ફોનની જરૂર પડશે. હવે તમે પોતે જ સમજી શકો છો કે તમારા સ્માર્ટફોનમાં કેટલું સોનું છે. ભારતમાં 1 ગ્રામ સોનાની કિંમત આશરે ₹8,067રૂપિયા છે. આવી સ્થિતિમાં, જો તમે 41 ફોનમાંથી સોનું કાઢો છો, તો જ તમે આ રકમ સુધી પહોંચી શકો છો. તો તે ઘણું બધું લાગે છે, પરંતુ તમારા સ્માર્ટફોનમાં હાજર બધુ સોનું ખરેખર તમારા માટે કોઈ કામનું નથી