
લોકો વચ્ચે અવાર-નવાર લડાઈ-ઝઘડા થતાં રહેતા હોય છે. કેટલીકવાર લોકો નાની-નાની બાબતોમાં એકબીજા સાથે મગજમારી કરતાં હોય છે અને પછી તે નાનો ઝઘડો મોટામાં ફેરવાઈ જાય છે. તમે એ પણ જોયું હશે કે ઘણી વખત ‘તુ-તુ, મેં-મૈં’થી શરૂ થયેલી લડાઈ મારામારી સુધી પહોંચી જાય છે. આવી સ્થિતિમાં આ ઝઘડા જીવલેણ પણ બની જાય છે. આવા ઝઘડાને લગતા વીડિયો અવાર-નવાર સોશિયલ મીડિયા પર વાયરલ થતાં હોય છે. આજકાલ આવો જ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં બે છોકરીઓ એકબીજા સાથે જોરદાર લડતી જોવા મળે છે અને તે પણ ક્લાસરૂમમાં જ.
વીડિયોમાં તમે જોઈ શકો છો કે ક્લાસરૂમમાં બે મોટી સ્ક્રીન છે, જ્યારે સામે ટેબલ પર લેપટોપ અને પુસ્તકો પણ રાખવામાં આવ્યા છે. તે જ સમયે, વર્ગખંડમાં જ બે છોકરીઓ એકબીજાના વાળ પકડીને લડતી જોવા મળે છે. તેમની વચ્ચે ઘણી ઝપાઝપી થઈ છે. આ દરમિયાન, અન્ય ઘણા છોકરાઓ અને છોકરીઓ વર્ગખંડમાં હાજર હોય છે, પરંતુ કોઈ તેમના ઝઘડાની વચ્ચે આવવા માંગતું નથી કે તેમના ઝઘડાને બંધ કરવા માટે કોઈ પ્રયાસ કરી રહ્યું નથી. જો કે, પાછળથી એક છોકરી બહારથી આવે છે અને બંનેને બચાવવાનો પ્રયાસ કરે છે. પછી ક્યાંક તેઓ એકબીજાથી અલગ થઈ જાય છે, નહીં તો જે રીતે બંને એકબીજાને થપ્પડ મારતા રહેત, તેને જોઈને એવું લાગી રહ્યું હતું કે તેમની લડાઈ ક્યારેય ખતમ નહીં થાય.
Kalesh B/w Girls over Who’s more Hotterpic.twitter.com/pyuSGjpRwf
— BaharKeKalesh (@Baharikekalesh) November 11, 2022
ઝઘડાનો આ વીડિયો ખૂબ જ આશ્ચર્યજનક છે, જેને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર @Baharikekalesh નામની આઈડીથી શેર કરવામાં આવ્યો છે અને કેપ્શનમાં કહેવામાં આવ્યું છે કે- બંનેમાંથી કોણ વધુ હોટ છે. માત્ર 23 સેકન્ડના આ વીડિયોને અત્યાર સુધીમાં 63 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે, જ્યારે આ વીડિયોને સેંકડો લોકોએ લાઈક પણ કર્યો છે. લોકો વીડિયો જોયા પછી અલગ-અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે. કેટલાક કહી રહ્યા છે કે બંને હોટ છે, તો કેટલાંક કહે છે કે ‘આમાં લડવાની શું જરૂર છે… અમે જ કહી દઈએ કે કોણ હોટ છે’.