રોડ પર બુલેટ ચલાવતી નહી ઉડાવતી જોવા મળી યુવતી ! યુઝર્સે ‘બુલેટ રાની’ આપ્યુ નામ, જુઓ આ Viral Video

ઈન્સ્ટાગ્રામ પર વાયરલ થઈ રહેલા આ વીડિયોને અત્યાર સુધીમાં હજારો લાઈક્સ અને લાખો વ્યૂઝ મળ્યા છે. આ સિવાય તેને ઘણી વખત શેર પણ કરવામાં આવ્યો છે. આ વાયરલ વીડિયો પર યુઝર્સ દ્વારા ઘણી પ્રતિક્રિયાઓ પણ જોવા મળી રહી છે.

રોડ પર બુલેટ ચલાવતી નહી ઉડાવતી જોવા મળી યુવતી ! યુઝર્સે બુલેટ રાની આપ્યુ નામ, જુઓ આ Viral Video
Amazing Viral Video
| Edited By: | Updated on: Mar 22, 2023 | 6:50 PM

દરેક વ્યક્તિ બુલેટ ચલાવવા માંગે છે તેનું કારણ બુલેટનો દમદાર લુક અને અવાજ છે. આજકાલ, જેમ બુલેટનો ટ્રેન્ડ શરૂ થયો છે, દરેક વ્યક્તિ ફક્ત બુલેટ ખરીદવાનું વિચારે છે અને પોતાનો સ્વેગ બતાવવા માંગે છે. ત્યારે ન માત્ર છોકરાઓ જ પરંતુ છોકરીઓ પણ બુલેટ ચલાવતી જોવા મળતી હોય છે જોકે બુલેટ ખૂબ જ ભારે વાહન છે. પરંતુ આજે પણ ભારતમાં એવી કેટલીક છોકરીઓ છે જે બુલેટ ચલાવતી જોવા મળે છે.

આ પણ વાંચો: સરકારે ચૂંટણીકાર્ડ અને આધારને લિંક કરવાની સમયમર્યાદા વધારી, જાણો લિંક કરવાની સંપૂર્ણ પ્રોસેસ અને તારીખ

હાલ એક વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં રાજસ્થાનની એક યુવતી બુલટે ચલાવતી જોવા મળે છે. એમ કહીએ કે તે બુલેટ ઉડાવી રહી છે, તો તે ખોટું નહીં હોય. ખરેખર, સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં યુવતી ખૂબ જ ઝડપથી બુલેટ ચલાવતી જોવા મળી રહી છે. બુલેટની પાછળની સીટ પર એક અન્ય મહિલા પણ બેઠી છે, જેને તમે જોઈ શકો છો. આ વીડિયો એટલો જોરદાર છે કે આ યુવતીઓના સ્વેગને જોયા પછી તમે ચોક્કસપણે તેને બીજી વાર જોશો.

ઈન્સ્ટાગ્રામ પર વાયરલ થઈ રહેલા આ વીડિયોને અત્યાર સુધીમાં હજારો લાઈક્સ અને લાખો વ્યૂઝ મળ્યા છે. આ સિવાય તેને ઘણી વખત શેર પણ કરવામાં આવ્યો છે. આ વાયરલ વીડિયો પર યુઝર્સ દ્વારા ઘણી પ્રતિક્રિયાઓ પણ જોવા મળી રહી છે. એક યુઝરે લખ્યું છે કે જબરદસ્ત.. પરંતુ સેફ્ટી જરૂરી છે.

અન્ય એક યુઝરે કહ્યું કે બુલેટ ચલાવતી વખતે પણ યુવતી પોતાની સંસ્કૃતિને ભૂલી નથી, ભારતીય સંસ્કૃતિ હજુ પણ જીવંત છે. આ વીડિયો ‘sona_omi’ નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. જો કે આજકાલ સ્ટંટના વીડિયો ખુબ જોવા મળતા હોય છે જેમાં ઘણા લોકો ગાડી સાથે એવા ગજબ સ્ટંટ કરતા હોય છે જેના જોયા પછી લોકો દંગ રહી જતા હોય છે પરંતુ અમુક લોકો એવા પણ હોય છે જેઓ સ્ટંટના ચક્કરમાં પોતાને નુકસાન પણ પહોંચાડી બેસે છે.