યુવતીને ઝાડ પર લટકીને સ્ટંટ કરવો ભારે પડ્યો, ડાળી તૂટતા પડી નીચે, જુઓ આ Funny Viral Video

વ્યુઝ અને લાઈક્સ મેળવવા માટે લોકો કંઈપણ કરી રહ્યા છે અને પછી તેઓ ભૂલી જાય છે કે તેમની નાની કે થોડી બેદરકારી તેમને કેટલી ભારે પડી શકે છે. આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જ્યાં યુવતીએ ઝાડ પર ચડીને એવો સ્ટંટ કર્યો કે તે ડાળીની સાથે જમીન પર પડી.

યુવતીને ઝાડ પર લટકીને સ્ટંટ કરવો ભારે પડ્યો, ડાળી તૂટતા પડી નીચે, જુઓ આ Funny Viral Video
Girl Viral Video
| Edited By: | Updated on: Mar 25, 2023 | 4:57 PM

સોશિયલ મીડિયા પર ફેમસ થવા માટે અને ઘણા બધા વ્યુઝ અને લાઈક્સ મેળવવા માટે લોકો કંઈપણ કરી રહ્યા છે, અને પછી તેઓ ભૂલી જાય છે કે તેમની નાની કે થોડી બેદરકારી તેમને કેટલી ભારે પડી શકે છે. આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જ્યાં યુવતીએ ઝાડ પર ચડીને એવો સ્ટંટ કર્યો કે તે ડાળીની સાથે જમીન પર પડી.

આ પણ વાંચો: Viral Video : શું તમે ક્યારેય જિરાફની લડાઈ જોઈ છે? આ વીડિયો જોશો તો હસવાનું નહીં રોકી શકો

ટ્વિટર એકાઉન્ટ @peoplerepentlng પર શેર કરવામાં આવેલા વીડિયોમાં એક મહિલા ઝાડની ડાળી પર લટકીને સ્ટંટ કરતી જોઈ શકાય છે. પરંતુ સ્ટંટ દરમિયાન વધુ પાવરનો ઉપયોગ કરવો તે મહિલા માટે મોંઘુ સાબિત થયું અને ડાળ તૂટી ગઈ, જેમાં મહિલા નીચે પડી ગઈ. વીડિયો જોયા પછી તમે મહિલાનું દર્દ અનુભવશો અને તમને હસવુ પણ આવશે.

વાયરલ વીડિયોમાં એક છોકરી ઝાડની પાતળી ડાળી પકડીને કૂદતી જોવા મળી રહી છે. મતલબ કે તે ઝાડ પર લટકીને સ્ટંટ કરવાનો પ્રયાસ કરી રહી હતી. તે કેટલાક સ્ટેપ્સ ભરવામાં પણ સફળ રહી હતી. પરંતુ તે વાંદરાઓની જેમ વધુ કૂદી પડતાં જ ઝાડની પાતળી ડાળી તૂટી ગઈ અને તે પાતળી ડાળી સાથે જમીન પર પડી. થોડા સમય પહેલા જબરદસ્ત સ્ટાઈલથી સ્ટંટ દેખાડી રહેલી યુવતીને પડતાની સાથે જ દર્દ અનુભવતી જોઈ શકાય છે.

સ્ટંટને લઈ સોશિયલ મીડિયા પર ઘણા વીડિયો વાયરલ થતા રહે છે જેમાં ક્યારેક લોકો બાઈક પર તો ક્યારેક કાર પર સ્ટંટ કરતા જોવા મળતા હોય છે ત્યારે હાલ જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે તેમા યુવતી ઝાડ પર લટકી સ્ટંટ કરી રહી છે ત્યારે અચાનક ઝાડની ડાળ તૂટતા યુવતી નીચે પડી જાય છે ત્યારે વીડિયો જોતા લાગે છે કે યુવતીને ઈજા પણ થઈ હશે જોકે આગળ શુ થયુ તે વીડિયોમાં જોવા મળતુ નથી. ત્યારે લોકો આ વીડિયો જોઈ પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે જેમાં યુઝર્સ કહી રહ્યા છે કે આ પ્રકારે સ્ટંટ ન કરવા જોઈએ.