
Funny Video : સોશિયલ મીડિયા પર વિવિધ પ્રકારના વીડિયો વાયરલ થતા રહે છે. જ્યાં કેટલાક વીડિયો આપણને હસાવતા હોય છે,જ્યારે કેટલાક વીડિયો જોઈને ઘણુ આશ્વર્ય પણ થતુ હોય છે. તાજેતરમાં આવો જ એક પ્રેન્ક વીડિયો (Prank) સોશિયલ મીડિયા પર છવાયેલો છે. આ યુવતી સાથે તેનો મિત્ર એવુ પ્રેન્ક કરે છે,જે જોઈને તમને પણ હસવુ આવશે.
મિત્રએ તકનો આ રીતે ફાયદો ઉઠાવ્યો
ઘણી વખત લોકો આનંદ માટે લોકેને પરેશાન કરતા જોવા મળે છે. કેટલાક લોકો અન્યને હેરાન કરવા માટે વિવિધ યુક્તિઓનો પણ ઉપયોગ કરે છે. આ વ્યક્તિએ કંઈક આવું જ કર્યું, જેના મજાકથી યુવતી ડરી ગઈ. વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે, એક યુવતી ફોટો પડાવવામાં વ્યસ્ત છે,ત્યારે જ અચાનક તેનો મિત્ર ત્યાં આવી પહોંચે છે અને આ યુવતી પાછળ તે ફટાકડો ફોડે છે. જેને કારણે યુવતી ડરી જાય છે. આ પ્રેન્ક વીડિયો યુઝર્સને(Users) ખુબ પસંદ આવી રહ્યો છે.
જુઓ વીડિયો
પ્રેન્ક વીડિયો સોશિયલમ મીડિયા પર વાયરલ
આ રમુજી વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ઈનસ્ટાગ્રામ પરથી Bhtni Ke Meme_ પરથી શેર કરવામાં આવ્યો છે. યુઝર્સ આ વીડિયો શેર કરી રહ્યા છે અને તેના પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે.એક યુઝરે કોમેન્ટ કરતા લખ્યુ કે, પછી યુવતીએ તેના મિત્રને કેટલો માર્યો ? જ્યારે અન્ય એક યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ કે, મિત્રએ તકનો ખરેખર ફાયદો ઉઠાવ્યો.
આ સિવાય અન્ય યુઝર્સ પણ રમુજી પ્રતિક્રિયા (Funny Comments) આપતા જોવા મળી રહ્યા છે.તમને જણાવી દઈએ કે,આ વીડિયોને અત્યારસુધીમાં હજારો વ્યુઝ અને લાઈક્સ મળી ચૂક્યા છે.
આ પણ વાંચો: Funny Video: ચોરી બાદ ચોરની કેમેરા પર પડી નજર, આ પછી કરવા લાગ્યો બ્રેક ડાન્સ
આ પણ વાંચો: Viral Video : દુલ્હને હરિયાણવી સ્ટાઈલમાં કર્યો જબરદસ્ત ડાન્સ, વીડિયો જોઈને તમે પણ કરવા લાગશો ડાન્સ