Viral Video: છોકરીએ ફૂડ ડિલવરી બોયને ધોઈ કાઢયો, વીડિયો થયો વાયરલ

હાલમાં સોશિયલ મીડિયા પર એક ફૂડ ડિલીવરી બોયનો વીડિયો વાયરલ (Viral Video) થયો છે જેમાં ફૂડ ડિલીવરી બોય મુશ્કેલીમાં દેખાય રહ્યો છે.

Viral Video: છોકરીએ ફૂડ ડિલવરી બોયને ધોઈ કાઢયો, વીડિયો થયો વાયરલ
Viral Video
Image Credit source: twitter
| Edited By: | Updated on: Aug 23, 2022 | 11:56 PM

દરેક માણસ પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા માટે રોજ સખત મહેનત કરતા હોય છે. કેટલાક લોકો તો રોજનું કમાઈને રોજ ખાતા હોય છે. કોઈ દિવસ કમાવાનું ના મળે તો ભીખ માંગીને ખાવાનો પણ વારો આવે છે. તેવામાં દરેક વ્યક્તિ આવા દિવસ નહીં જોવા પડે તે માટે સારી જોબ શોધીને રોજ મહેનત કરતા હોય છે. તેમાં જ એક હોય છે ડિલીવરી બોય (Delivery boy). સોશિયલ મીડિયા પર ડિલીવરી બોયના અનેક વીડિયો વાયરલ થતા હોય છે, તેમાં પણ સ્વીગી અને ઝોમેટો કંપનીના ફૂડ ડિલીવરી બોયના વીડિયો તેમની સખત મહેનત અને સંઘર્ષમય જીવનને કારણે સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થતા હોય છે. હાલમાં સોશિયલ મીડિયા પર એક ફૂડ ડિલીવરી બોયનો વીડિયો વાયરલ (Viral Video) થયો છે, જેમાં ફૂડ ડિલીવરી બોય મુશ્કેલીમાં દેખાય રહ્યો છે.

આ વાયરલ વીડિયો 16 ઓગસ્ટનો છે. આ વીડિયોમાં દાવો કરવામાં આવ્યો છે કે આ ડિલીવરી બોય ઓર્ડર લઈને જઈ રહ્યો હતો તેવામાં એક છોકરીએ રસ્તા વચ્ચે જ તેને મારવાનું શરુ કરી દીધુ. તે બન્નેની આસપાસ અનેક લોકો ભેગા થયા હતા. આ ઘટનાને એક વ્યક્તિએ પોતાના કેમેરામાં કેદ કરી હતી. તેણે કેપ્શનમાં લખ્યુ છે કે, કોઈક મહિલાએ તેની પાસેથી ઓર્ડર લીધો અને તેને તેના જૂતા વડે મારવાનું શરૂ કર્યું. તે રડતો રડતો મારા ઘરે આવ્યો હતો અને તેને ડર હતો કે તે તેની નોકરી ગુમાવશે. આ ઘટનામાં છોકરી કેમ તેને મારી રહી છે? આ વીડિયો ક્યાનો છે ? અને આ ઘટના બાદ તે છોકરી પર કોઈ ફરિયાદ થઈ કે નહીં અને પોલીસે કોઈ એકશન લીધા કે નહીં ? તે જાણવા મળ્યુ નથી. પણ આ ઘટનાને કારણે સોશિયલ મીડિયા યુઝરને તે ડિલીવરી બોય પ્રત્યે દયાનો ભાવ જાગ્યો છે.

આ રહ્યો એ વાયરલ વીડિયો

 

આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર Dj નામના ટ્વિટર હેન્ડલ પરથી શેયર કરવામાં આવ્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો પર સોશિયલ મીડિયા યુઝર જબરદસ્ત પ્રતિક્રિયા આપી રહ્યા છે. આ વીડિયોને સોશિયલ મીડિયા પર લાખો લોકોએ જોયો છે અને તેમે રિટ્વિટ કરીને પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. સોશિયલ મીડિયા યુઝર આ મહિલા પર પોતાના ગુસ્સો કાઢી રહ્યા છે. એક યુઝરે કહ્યુ છે કે, આવી છોકરીઓને ઝોમેટોએ બેન કરવા જોઈએ, તેમને તેમની ડિલીવરી સેવા આ છોકરી માટે હંમેશા બંધ રાખવી જોઈએ. એક યુઝરે તો એક પણ કોમેન્ટ કરી છે કે, ઝોમેટોને પોતાની ડિલીવરી બોયની ચિંતા જ નથી.