ખુશી પાંડે નામની 22 વર્ષની છોકરીનો એક વીડિયો સોશિયલ મીડિયા (Viral Video) પર વાયરલ થઈ રહ્યો છે. માર્ગ અકસ્માતોને રોકવા માટે ખુશી રોડ પર ફરે છે અને સાયકલ ચાલકોની સાયકલ પર સેફ્ટી લાઈટ લગાવે છે. 2020માં લખનૌની આ છોકરી ખુશી પાંડેએ એક માર્ગ અકસ્માતમાં તેના દાદાને ગુમાવ્યા હતા.
જ્યારે અકસ્માત થયો ત્યારે તેના દાદા સાયકલ ચલાવી રહ્યા હતા. ત્યારે એક ઝડપી કારે તેના દાદાને ટક્કર મારી હતી. કારચાલક અંધારાને કારણે તેની સાયકલ જોઈ શક્યા ન હતા. ત્યારથી ખુશી પાંડેએ લોકોના સાયકલ પર 1500થી વધુ ફ્રી રેડ સેફ્ટી લાઈટ્સ ઈન્સ્ટોલ કરી છે, જેથી અન્ય સાઈકલ સવારો તેના દાદાની જેમ આવા અકસ્માતોનો ભોગ ન બને.
(VC: Khushi Instagram)
22 વર્ષીય ખુશી પાંડેને લખનૌ શહેરમાં વારંવાર “સાયકલ પે લાઈટ લગવાઓ” લખેલું પ્લેકાર્ડ પકડેલી જોઈ શકાય છે. સોશિયલ મીડિયા પર ખુશી પાંડેનો આ વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે અને લોકો તેને જોરદાર શેર કરી રહ્યા છે અને વખાણ કરી રહ્યા છે.
આ પણ વાંચો : 13 કલાક સુધી કેબમાં ફરતી રહી મહિલા, ડ્રાઈવરે પૈસા માંગ્યા તો મચાવ્યો હંગામો, જુઓ Viral Video
સોશિયલ મીડિયા પર આ વીડિયો યુઝર્સનું ધ્યાન ખેંચી રહ્યો છે. ઘણા સોશિયલ મીડિયા યુઝર્સે ખુશી પાંડેના આ કાર્યના વખાણ કરી રહ્યા છે. એક યુઝરે કોમેન્ટ કરી છે કે “આ મહાન કાર્ય માટે આશીર્વાદ.” અન્ય એક યુઝરે કોમેન્ટ કરતાં લખ્યું છેકે “ઓછી કિંમતના રેટ્રોરિફ્લેકટીવ સેન્સર પણ ઘણી મદદ કરશે. સરસ પ્રયાસ. ભગવાન તમને આશીર્વાદ આપે.” મોટાભાગના યુઝર્સે ખુશી પાંડેને તેના આ કામ માટે અભિનંદન અને આશીર્વાદ આપી રહ્યા છે. ઘણા યુઝર્સે સાયકલ કંપનીઓ અને ટ્રાફિક અધિકારીઓને આ સારા હેતુ માટે આગળ આવવાની સલાહ પણ આપી છે.