Pathaan Besharam Rang Song : ‘બેશરમ રંગ’ ગીત પર યુવતીએ કર્યો ડાન્સ, લોકોએ કહ્યું-Once More

|

Jan 21, 2023 | 7:44 AM

Pathaan Besharam Rang Song : સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક યુવતી બેશરમ રંગ ગીત પર અદભૂત ડાન્સ મૂવ્સ બતાવ્યા છે.

Pathaan Besharam Rang Song : બેશરમ રંગ ગીત પર યુવતીએ કર્યો ડાન્સ, લોકોએ કહ્યું-Once More
dance video

Follow us on

Pathaan Besharam Rang Song : જ્યારથી ફિલ્મ પઠાણનું ગીત ‘બેશરમ રંગ’ રીલિઝ થયું છે ત્યારથી સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે. આ ગીતમાં દીપિકા પાદુકોણની ભગવા રંગની બિકીની અને તેના મૂવ્સને લઈને ઘણો હોબાળો થયો હતો, ત્યારબાદ સેન્સર બોર્ડની કાતર પણ ચાલી ગઈ હતી પરંતુ આ બધાની વચ્ચે પણ લોકો આ ગીતને ખૂબ એન્જોય કરી રહ્યા છે. હવે એક પ્રભાવક આકાશદા વાશિમકરે આ ગીત પર જબરદસ્ત ડાન્સ કરીને લોકોના દિલ જીતી લીધા છે. લોકો આ વીડિયોને એટલો પસંદ કરી રહ્યા છે કે તેઓ Once More કહી રહ્યા છે.

ઈન્ફ્લુએન્સર આકાશદાએ તેના કિલર ડાન્સ મૂવ્સથી સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે. તે લાલ ડ્રેસમાં આ ગીત પર ધૂમ મચાવતી જોવા મળી રહી છે. તેણે દીપિકાના હૂકસ્ટેપ્સને ખૂબ સારી રીતે નિભાવાનો પ્રયાસ કર્યો છે.

Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો

આ પણ વાંચો : બેશરમ રંગ’ ગીત પર હવે ટ્રાન્સજેન્ડર્સે બતાવ્યા ખતરનાક મુવ્સ, Videoએ ઈન્ટરનેટ પર મચાવી ધૂમ

બેશરમ રંગ પર યુવતીનો ડાન્સ વીડિયો અહીં જુઓ

આ વીડિયો થોડાં દિવસો પહેલા ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો હતો. અપલોડ થયા બાદથી આ વીડિયોને 8.5 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે, જ્યારે ઘણા યુઝર્સે કોમેન્ટ કરીને પોતાનો પ્રેમ વરસાવ્યો છે. લોકોએ આકાશદાના આત્મવિશ્વાસ અને ડાન્સના વખાણ કર્યા છે. એક યુઝરે લખ્યું છે, નેગેટિવ કોમેન્ટ્સને નજર અંદાજ કરો. તમારો આત્મવિશ્વાસ અને ચાલ બંને અદ્ભુત છે. અન્ય યુઝરે લખ્યું છે કે, તમે ખરેખર ક્વિન છો. અન્ય યુઝરે લખ્યું છે કે, તમે આગ લગાવી દીધી છે. એકંદરે આ વીડિયો લોકોને ઘણો પસંદ આવી રહ્યો છે.

પઠાણ આવતા અઠવાડિયે થશે રિલીઝ

પઠાણ ફિલ્મમાં શાહરૂખ અને દીપિકા ઉપરાંત જોન અબ્રાહમ પણ મહત્વના રોલમાં છે. આ ફિલ્મનું નિર્દેશન સિદ્ધાર્થ આનંદે કર્યું છે. ફિલ્મ પઠાણ આવતા અઠવાડિયે 25 જાન્યુઆરીએ રિલીઝ થશે. આ ફિલ્મ તમિલ અને તેલુગુ ડબ વર્ઝન સાથે સિનેમાઘરોમાં રિલીઝ થશે.

Next Article