ફોનમાં વ્યસ્ત યુવતીના ખોળામાં આવી ગયો વિશાળકાય અજગર, પછી થયું કંઈક આવું, જુઓ ચોંકાવનારો વાયરલ વીડિયો

દુનિયામાં કેટલાક એવા લોકો છે જે આ ખતરનાક જીવોને પાલતુ તરીકે પ્રેમ કરે છે, ન તો તેઓ તેમનાથી ડરતા હોય છે અને ન તો પ્રાણી તેમને નુકસાન પહોંચાડે છે. વાયરલ વીડિયોમાં પણ એક છોકરી અજગરને પ્રેમ કરતી જોવા મળી હતી.

ફોનમાં વ્યસ્ત યુવતીના ખોળામાં આવી ગયો વિશાળકાય અજગર, પછી થયું કંઈક આવું, જુઓ ચોંકાવનારો વાયરલ વીડિયો
Python Viral Video
Image Credit source: Instagram
| Edited By: | Updated on: Nov 13, 2022 | 7:53 PM

સાપ અને અજગર જેવા જીવોના નામ સાંભળીને જ લોકો ડરી જાય છે. દરેક વ્યક્તિ આ જીવોથી દૂર રહેવા માંગે છે. જે એક વખત સાપના ઝેર અને અજગરની પકડમાં આવી જાય છે, તેના માટે બચવું અશક્ય બની જાય છે. આવી સ્થિતિમાં લોકો આવા જીવોથી દૂર રહેવામાં ભલાઈ માને છે. તેમ છતાં, દુનિયામાં કેટલાક એવા લોકો છે જે આ ખતરનાક જીવોને પાલતુ તરીકે પ્રેમ કરે છે, ન તો તેઓ તેમનાથી ડરતા હોય છે અને ન તો પ્રાણી તેમને નુકસાન પહોંચાડે છે. વાયરલ વીડિયોમાં પણ એક છોકરી અજગરને પ્રેમ કરતી જોવા મળી હતી.

એક વીડિયો ઈન્સ્ટાગ્રામ snake._.world પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક છોકરી તેના ખોળામાં બેઠેલા અજગરને પ્રેમ કરતી જોવા મળી હતી. આ દરમિયાન તે ફોનમાં મસગુલ હતી તેના એક હાથમાં ફોન હતો અને બીજા હાથથી તે અજગરને પ્રેમ કરતી હતી. જેણે પણ વીડિયો જોયો તે દંગ રહી ગયા છે.

વાયરલ વીડિયોમાં એક યુવતી ખુરશી પર બેઠેલી મોબાઈલમાં મગ્ન જોવા મળી રહી છે. આ દરમિયાન, તેના ખોળામાં એક વિશાળકાય અજગર દેખાય છે, જેને જોઈ છોકરી ડરતી નથી, પરંતુ છોકરી તેને પ્રેમ કરી રહી છે જાણે કે તેના ખોળામાં કોઈ સુંદર બિલાડી અથવા નાનું બાળક હોય. વીડિયોમાં યુવતીની હિંમત જોઈને લોકો હેરાન છે. પરંતુ છોકરી કોઈપણ ચિંતા કર્યા વિના તે અજગરને પ્રેમ કરવામાં વ્યસ્ત છે.

ખોળામાં રહેલા અજગરના વીડિયોએ સૌને ચોંકાવી દીધા. એક વખત કોઈ વિશ્વાસ નહીં કરે કે આ યુવતી અજગર સાથે આટલી સહજ કેવી રીતે છે. જો તે અજગરથી ડરતી ન હોય તો પણ તેને એક વિશાળ અજગરને તેના ખોળામાંથી પસાર થવા દેવામાં કોઈ મુશ્કેલી નથી લાગતી, જે આશ્ચર્યજનક છે. કદાચ આ અજગર છોકરીનું પાલતુ છે. પરંતુ તે સાંભળીને વધુ નવાઈ લાગશે કે અજગર જેવા ખતરનાક જીવને કોઈ કેવી રીતે પાળી શકે છે.