Video: યુવતીએ 30 ફૂટની ઉંચાઈ પર કર્યા ખતરનાક સ્ટંટ, સોશિયલ મીડિયા પર વીડિયો થયો વાયરલ

|

Jan 27, 2022 | 4:14 PM

હાલ એક સ્ટંટ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે,જેમાં યુવતી જે રીતે ઉંચાઈ પર સ્ટંટ કરી રહી છે તો જોઈને તમે પણ દંગ રહી જશો.

Video: યુવતીએ 30 ફૂટની ઉંચાઈ પર કર્યા ખતરનાક સ્ટંટ, સોશિયલ મીડિયા પર વીડિયો થયો વાયરલ
girl amazing stunt video goes viral

Follow us on

Viral Video :  સોશિયલ મીડિયા પર દરરોજ સ્ટંટ સંબંધિત કોઈને કોઈ વીડિયો (Stunt Video) વાયરલ થાય છે. જેમાંના કેટલાક વીડિયો જોઈને યુઝર્સ હસવાનુ નિયંત્રિત કરી શકતા નથી.જ્યારે કેટલાક વીડિયો જોઈને યુઝર્સ પણ આશ્વર્ય ચકિત થઈ જાય છે. આજના સમયમાં બાળકોથી લઈને યુવાનો સુધી સૌ કોઈ સ્ટંટના (Stunt) રંગમાં રંગાયા છે.

કેટલીક વાર લોકો સ્ટંટના ચક્કરમાં પોતાનો જીવ જોખમમાં મુકતા પણ અચકાતા નથી. તાજેતરમાં આવો જ એક ખતરનાક સ્ટંટ (Dangerous Stunt) વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે. 30 ફૂટની ઊંચાઈ પર સ્ટંટ કરતી આ યુવતીને જોઈને તમે પણ દંગ રહી જશો.

Money Plant : સીડી નીચે મની પ્લાન્ટ રાખવો સારું છે કે ખરાબ?
Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !

યુવતીએ કર્યા અદ્ભૂત સ્ટંટ

આ વીડિયો કોઈ કાર્યક્રમ દરમિયાન શૂટ કરવામાં આવ્યો હોય તેવું લાગી રહ્યુ છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે સફેદ કપડામાં કેટલાક કલાકારો સ્ટેજના એક છેડે સ્વિંગ પર ઝૂલી રહ્યા છે. આ પછી, અચાનક એક યુવતી લગભગ 30 ફૂટની ઊંચાઈએ હવામાં કૂદતી જોવા મળે છે. આ દૃશ્ય ખરેખર આશ્ચર્યજનક છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે સ્ટેજના બીજા ભાગમાં ઉપરથી નીચે સુધી સફેદ કપડું બાંધવામાં આવ્યું છે. આ યુવતી કૂદીને આ કપડા પરથી નીચે આવે છે.આ વીડિયો હાલ ઈન્ટરનેટ પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.

જુઓ વીડિયો

વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

તમને જણાવી દઈએ કે, આ વીડિયો ઈન્સ્ટગ્રામ પરથી adrenalineblast નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે.યુઝર્સ આ વીડિયો એકબીજા સાથે શેર કરી રહ્યા છે અને તેના પર પોતાની પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે.

વીડિયો પર કોમેન્ટ કરતા એક યુઝરે લખ્યુ, ‘સ્ટંટ જોયા બાદ મારી હવા પણ ટાઈટ થઈ ગઈ.’ જ્યારે બીજા યુઝરે કોમેન્ટ કરતા લખ્યું, કોઈએ આ રીતે સ્ટંટ કરીને જીવ જોખમમાં ન મુકવો જોઈએ. આ સિવાય અન્ય કેટલાક યુઝર્સ પણ યુલવતીને સલાહ આપતા જોવા મળી રહ્યા છે.

આ પણ વાંચો : Video : બાસ્કેટબોલ રમતા ડોગીએ ઈન્ટરનેટ પર મચાવી ધમાલ, વીડિયો જોઈને યુઝર્સ કહ્યુ” યે તો ખેલાડી હૈ”

આ પણ વાંચો : Viral Video: પતિએ પત્ની સાથે કર્યુ ગજબનુ પ્રેન્ક, પછી પત્નીએ જે કર્યુ તે જોઈને તમને પણ હસવુ આવશે

Next Article