વિશ્વમાં વિવિધ પ્રકારના પ્રાણીઓ જોવા મળે છે. કેટલાક ભયાનક અને ખતરનાક કેટલાક ખૂબ જ શાંત તો કોઈ પ્રાણી આળસુ હોય છે. આ આળસુ પ્રાણીઓમાં પાંડાનું (Panda) નામ ટોચ પર આવે છે, જે મૂળભૂત રીતે રીંછ છે અને મૂળ ચીનનો છે. તેઓ કાં તો ગાઢ વાંસના જંગલોમાં જોવા મળે છે અથવા તો તમને ઘણા પ્રાણી સંગ્રહાલયોમાં (Zoo) પણ જોવા મળશે. તેમના વિશે એવું કહેવામાં આવે છે કે તેઓ ખૂબ જ આળસુ પ્રાણીઓ છે. જે તેમનો મોટાભાગનો સમય સૂવામાં અને ખાવામાં વિતાવે છે.
પાંડા ઝાડ પર ચઢવામાં પણ માહેર છે. કેટલીકવાર તેઓ ઝાડ પર ચઢીને પણ સૂઈ જાય છે. આવા જ એક પાંડાનો વીડિયો આજકાલ સોશિયલ મીડિયા પર વાયરલ (Viral Video) થઈ રહ્યો છે. જેમાં તે ઝાડની પાતળી ડાળીઓ પર આરામ કરતો જોવા મળી રહ્યો છે.
વીડિયોમાં તમે જોઈ શકો છો કે પાંડા કેવી રીતે ઝાડ પર ચડી રહ્યો છે અને એવી મસ્તીમાં આરામ કરી રહ્યો છે કે જાણે તે બેડ પર હોય. આ દરમિયાન તે કંઈક ખાતા પણ જોવા મળે છે, જે વાંસ હોઈ શકે છે, કારણ કે પાંડાના આહારમાં ફક્ત 99 ટકા વાંસ હોય છે. વાંસમાં વાસ્તવમાં પ્રોટીનનું પ્રમાણ ઓછું હોય છે અને ફાઈબરનું પ્રમાણ વધુ હોય છે.
આ ઉપરાંત તેને સારી રીતે પચી પણ શકાતું નથી, પરંતુ તે પાંડા માટે શ્રેષ્ઠ ખોરાક છે. પાંડા સર્વભક્ષી પ્રાણીઓ હોવા છતાં તેઓ ભાગ્યે જ માંસ અથવા માછલી ખાય છે. સોશિયલ મીડિયા પર પાંડાને લગતા તમામ પ્રકારના વીડિયો અવાર-નવાર વાયરલ થાય છે. જેમાંથી કેટલાક ખૂબ જ ફની હોય છે. વાઈરલ થઈ રહેલો આ વીડિયો પણ એવો જ છે.
Panda mood.. 😂 https://t.co/6Q1M8YByFn pic.twitter.com/FOTWZVqTNs
— Buitengebieden (@buitengebieden_) April 22, 2022
પાંડાનો આ ક્યૂટ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વીટર પર @buitengebieden_ નામની આઈડી સાથે શેયર કરવામાં આવ્યો છે અને કેપ્શનમાં લખ્યું છે, ‘પાંડા મૂડ’. 14 સેકન્ડના આ વીડિયોને અત્યાર સુધીમાં 62 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે. જ્યારે સેંકડો લોકોએ વીડિયોને લાઈક પણ કર્યો છે અને વિવિધ પ્રતિક્રિયાઓ પણ આપી છે. એક યુઝરે લખ્યું છે કે હું તેના ઝાડ પરથી પડવાની રાહ જોઈ રહ્યો છું, જ્યારે બીજા યુઝરે લખ્યું છે કે, હું આગામી જીવનમાં પાંડા બનવા માંગુ છું.
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-
આ પણ વાંચો: Viral Video: ગજબનું બેડમિંટન રમતો જોવા મળ્યો કૂતરો