TV9 Gujarati ‘હાસ્યનો ડાયરો’: દિવાળી નજીક આવતા વિપુલ ભાઈ પંખો સાફ કરવા ટેબલ ઉપર ચઢયા અને…

ખુશ રહેવાથી મોટાભાગની માનસિક સમસ્યાઓ સરળતાથી હલ થઈ જાય છે. એટલા માટે અમે તમારા માટે જોક્સ લાવ્યા છીએ. આ જોક્સ વાંચીને તમે તમારી જાતને ખુશ થતા રોકી શકશો નહીં

TV9 Gujarati હાસ્યનો ડાયરો: દિવાળી નજીક આવતા વિપુલ ભાઈ પંખો સાફ કરવા ટેબલ ઉપર ચઢયા અને...
Tv9 Gujarati 'Hasya no Dayro'
| Edited By: | Updated on: Oct 29, 2021 | 9:46 AM

આપણે સૌ જાણીએ છીએ કે હાસ્ય આપણા સ્વાસ્થ્ય માટે કેટલું જરૂરી છે. મનને સ્વસ્થ રાખવા માટે ખુશ રહેવું ખૂબ જરૂરી છે. ખુશ રહેવાથી મોટાભાગની માનસિક સમસ્યાઓ સરળતાથી હલ થઈ જાય છે. એટલા માટે અમે તમારા માટે જોક્સ લાવ્યા છીએ. આ જોક્સ વાંચીને તમે તમારી જાતને ખુશ થતા રોકી શકશો નહીં

1

“ઓનલાઇન તમારે જે ખરીદવું હોય એ ખરીદી લેજો,
પણ મારી દુકાને તો તમારે આવવું જ પડશે”

-મનુભાઈ વાળંદ
😇😇

2

દિકરા વાળા (દિકરી વાળાને) : છોકરો હમણાં આવે છે ઉપરના રૂમની દિવાળીની સફાઈ કરે છે.

દિકરી વાળા : હવે રહેવા દો દિકરો નથી જોવો સગાઈ નક્કી.

😃😃😃😃😃

3

પોલીસઃ તે એક જ દુકાનમાં ત્રણ દિવસ સુધી સતત ચોરી શા માટે કરી?
ચોરઃ મે તો માત્ર પહેલે દિવસે જ મારી પત્ની માટે એક સાડી ચોરી કરી હતી અને બીજા બે દિવસ તો ફક્ત ડિઝાઇન અને કલર બદલવા માટે જ ગયો હતો.

4

પત્ની: રોજ આમળાં ખાવ, લોહી સાફ, ચોક્ખું થશે.

પતિ: જેવું છે તેવું પી, ખોટા નખરા ન કર.
😆😆

5

દિવાળી નજીક આવતા વિપુલ ભાઈ પંખો સાફ કરવા ટેબલ ઉપર ચઢયા..

આ દ્રશ્ય સામે વાળા રમીલા ભાભી એ જોતા જ એમણે વીજળી વેગે દોટ મૂકી અને હાંફતા હાંફતા વિપુલ ભાઈ ના ઘરે આવી જોરથી બોલ્યા……
.
ખોટું પગલું ના ભરતા…. મારી હા જ છે…..

પંખો રહી ગયો પરંતુ વિપુલભાઈ સાફ થઈ ગયા.
😂😂😂😂😂😂

 

Disclaimer – આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.

 

આ પણ વાંચો –

T20WorldCup2021, Point Table: ઓસ્ટ્રેલિયાએ શ્રીલંકાને હરાવીને પોઇન્ટ ટેબલમાં લગાવી ઉંચી છલાંગ, શ્રીલંકાનો સ્થિતી કંગાળ

આ પણ વાંચો –

Bhakti: માતા લક્ષ્મીથી એકદમ વિપરીત છે તેની મોટી બહેન દુર્ભાગ્યની દેવી અલક્ષ્મી, દિવાળી સમયે થતી સાફ-સફાઈ સાથે છે તેનો સબંધ

આ પણ વાંચો –

BHARUCH : ઉદ્યોગ નગરીમાં રંગીન પશુઓ અને માણસ નજરે પડયા, જાણો દિવાળીમાં કેમ દેખાયા હોળી જેવા દ્રશ્યો

 

Follow Us
Loading...
Unable to load recommendations.