
તાજેતરમાં, સોશિયલ મીડિયા પર એક વોટ્સએપ ચેટનો સ્ક્રીનશોટ વાયરલ થયો. આનાથી ભારતમાં “ટોક્સિક વર્ક કલ્ચર” વિશે ચર્ચા શરૂ થઈ ગઈ છે. આ સ્ટોરી જનરેશન Z ના કર્મચારી અને તેના મેનેજર વિશે છે. તેને X પર @WhoteverVishal હેન્ડલ દ્વારા પોસ્ટ કરવામાં આવી છે.
પોસ્ટના કેપ્શનમાં કહેવામાં આવ્યું છે કે, ફક્ત જનરેશન Z જ ભારતના “ટોક્સિક વર્ક કલ્ચર”ને બદલી શકે છે. આ પોસ્ટને 1.4 મિલિયન વખત જોવામાં આવી છે, જ્યારે 19,000 લાઈક્સ અને ઘણી બધી કોમેન્ટ્સ આવી છે.
Only Gen-Z can change the toxic Indian Work Culture
Salute to this guy pic.twitter.com/5xFLzvB7i7
— Oxygen (@WhateverVishal) November 15, 2025
વાયરલ વોટ્સએપ ચેટમાં તમે જોઈ શકો છો કે, કર્મચારી મેનેજરને મેસેજ કરી રહ્યો છે કે તેના કાકાનું અવસાન થયું છે. તે તેના પરિવાર સાથે સમય વિતાવવા માટે રજા માંગી રહ્યો છે. એવામાં મેનેજરે કહ્યું કે, “પહેલા ક્લાયન્ટ મીટિંગમાં હાજરી આપો, પછી જાઓ.” આ બાદ કર્મચારીએ કહ્યું કે, તે તેની હાલની સ્થિતિને ધ્યાનમાં રાખીને મીટિંગમાં હાજરી આપી નહીં શકે, ત્યારે મેનેજરે તેના પર દબાણ કર્યું.
મેનેજરે સીધી ધમકી આપી કે, રજાને LWP (પગાર વિના રજા) તરીકે બતાવવામાં આવશે. આ સાથે જ મેનેજરે સોમવારે મૃત્યુ પ્રમાણપત્ર લાવવાની પણ માંગ કરી. જો કે, કર્મચારીએ તેના મેનેજરને સ્પષ્ટ જવાબ આપ્યો અને કહ્યું કે, “જો તમે આટલું પણ સમજી શકતા ન હોવ, તો કદાચ હું ખોટી જગ્યાએ કામ કરી રહ્યો છું.”
મેનેજરે આખરે ગુસ્સામાં કર્મચારીને HR સાથે વાત કરવાનું કહ્યું અને તેને કામ કરવાથી રોકવાની ધમકી આપી. જો કે, સોશિયલ મીડિયા પર લોકોએ કર્મચારીની પ્રશંસા કરતા કહ્યું, “માત્ર જનરેશન Z જ ભારતના ટોક્સિક વર્ક કલ્ચરને બદલી શકે છે.”
આ ઘટના ફક્ત મેનેજરો માટે જ નહીં પરંતુ કામના નામે કર્મચારીઓનું શોષણ કરતી બધી કંપનીઓ માટે ચેતવણી છે. બીજું કે, કર્મચારીઓ માને છે કે, કંપની મુશ્કેલ સમયમાં તેમની સાથે ઉભી રહેશે. જો તમે તમારા કર્મચારીઓના દુ:ખને સમજી ન શકો, તો વફાદારીની અપેક્ષા રાખશો નહીં. તમને શું લાગે છે? શું તમે આ પ્રકારના ટોક્સિક વર્ક કલ્ચરનો સામનો કર્યો છે?
Published On - 8:58 pm, Wed, 19 November 25