Ganesh pooja: તમને ખબર છે કેમ ગણેશ પૂજામાં અર્પણ નથી થતું તુલસીનું પાન ?

|

Jun 11, 2021 | 11:45 AM

ભક્તો ગજાનનને મોદક અર્પણ કરે. શ્રીગણેશજીને પસંદ એવું લાલ ફૂલ અર્પણ કરે અને દૂર્વા પણ ચઢાવે. પરંતુ, જો ગજાનનને પ્રસન્ન કરવા છે તો ભૂલથી પણ તેમને ન અર્પણ કરતા તુલસીનું પાન !

Ganesh pooja: તમને ખબર છે કેમ ગણેશ પૂજામાં અર્પણ નથી થતું તુલસીનું પાન ?
શ્રીગણેશની પૂજામાં તુલસીનો પ્રયોગ વર્જિત મનાય છે.

Follow us on

ભગવાન શ્રીગણેશ(SHREE GANESH) એટલે તો સૌનું શ્રી કરતા દેવ. લોકો ગજાનનને પ્રસન્ન કરવા લંબોદરને ગમતી દરેક વસ્તુઓ અર્પણ કરતા હોય છે. જેમકે ગજાનનને મોદક અર્પણ કરે. શ્રીગણેશજીને પસંદ એવું લાલ ફૂલ અર્પણ કરે અને દૂર્વા પણ ચઢાવે. પણ, જો ગજાનનને પ્રસન્ન કરવા છે તો ક્યારેય અર્પણ ન કરતા તુલસી. વિષ્ણુ ભગવાનને તુલસી અત્યંત પ્રિય મનાય છે.

શાલીગ્રામ સાથે તુલસી વિવાહની કથા તો આપ જાણતા જ હશો. પણ શું આપને એ સવાલ નથી થતો કે શ્રીવિષ્ણુને આટલી પ્રિય તુલસી ગણેશની પૂજામાં કેમ વર્જિત મનાય છે ? આવો આજે આપને જણાવીએ પુરાણોમાં વર્ણિત એક રોચક કથા.

ગણેશજી અને તુલસી પત્રમાં વર્ણિત કથા

જાડી કે પાતળી, કઈ રોટલી ખાવી શરીર માટે વધુ ફાયદાકારક છે?
Jioના 365 દિવસના બે સસ્તા પ્લાન ! જાણો કિંમત અને લાભ
કેટલો સમય ભૂખ્યા રહ્યા પછી શરીરની ચરબી બર્ન થાય છે?
એક ફોન કોલે બદલ્યું નસીબ, આજે શાહરૂખ ખાન આપે છે કરોડો રૂપિયા
સેકન્ડ હેન્ડ AC ખરીદવું જોઈએ કે નહીં? આટલું જાણી લેજો
Plant in pot : ઘરે જેડ પ્લાન્ટની બોંસાઈ સરળ રીતે બનાવો

એવું કહેવાય છે કે એક ધર્માત્મજ નામના રાજા હતા, જેમની પુત્રી એટલે તુલસી. તુલસી જ્યારે યુવાવસ્થામાં આવ્યા ત્યારે તેઓ વિવાહની ઈચ્છા સાથે યાત્રા પર નીકળ્યા. એ યાત્રા દરમિયાન શ્રીગણેશ સાથે તેમની ભેટ થઈ. ગણેશજી એ વખતે તપસ્યામાં લીન હતા. તેમનામાંથી દિવ્ય તેજ નીકળી રહ્યું હતું. જેને લીધે તુલસી, ભગવાન શ્રીગણેશ પર મોહિત થઈ ગયા. ગણેશજીની તપસ્યામાં વિઘ્ન પાડી તુલસીએ સ્વયંનો જ વિવાહ પ્રસ્તાવ તેમની સમક્ષ મૂકી દીધો.

એ વખતે ગણેશજીએ તુલસીના વિવાહ પ્રસ્તાવને નકારી દીધો અને પોતાને બ્રહ્મચારી ગણાવ્યા. ગણેશજીનાં આ વ્યવહારથી તુલસી ક્રોધિત થઈ ઉઠ્યા, અને તુલસીએ ગજાનનને શ્રાપ આપી દીધો. તુલસીએ આવેશમાં આવી બ્રહ્મચારી ગણેશજીને બે-બે વિવાહનો શ્રાપ આપી દીધો. તો સામે ગણેશજીએ પણ તુલસીને તેના અસુર સાથે વિવાહ થશે તેવો શ્રાપ આપી દીધો.

તુલસીને તુરંત તેની ભૂલનો અહેસાસ થયો અને તેમણે ગણેશજીની માફી માંગી. પરંતુ, ગણેશજીએ કહ્યું કે એકમેકને આપેલા શ્રાપને લીધે તેમના રિદ્ધિ-સિદ્ધિ સાથે વિવાહ થશે અને તુલસીના શંખચૂડ રાક્ષસ સાથે વિવાહ થવા એ હવે નક્કી છે. સાથે જ ગણેશજીએ કહ્યું કે.

શ્રીગણેશઃ  “તુલસી ! અંતે તમે વિષ્ણુની પ્રિયા બનશો. શ્રીકૃષ્ણની પૂજામાં આપ અનિવાર્યપણે હાજર રહેશો. તેમજ કળિયુગમાં એક છોડના રૂપમાં આપની પૂજા થશે. પણ, મારી પૂજામાં ક્યારેય તુલસીનો પ્રયોગ નહીં થાય. મને તુલસી અર્પણ કરવી અશુભ મનાશે !”

કહે છે કે ત્યારથી જ શ્રીગણેશની પૂજામાં તુલસીનો પ્રયોગ વર્જિત મનાય છે. તુલસીજીને જ્યારે પોતાની ભૂલનો અહેસાસ થયો, ત્યારે ગણેશજીએ તેમના શ્રાપને હળવો તો કર્યો, પરંતુ, પોતાની પૂજામાં તેનો સ્વીકાર ક્યારેય ન કર્યો.

આ પણ વાંચો : શ્રી ગણેશજી પૂર્ણ કરશે તમામ મનોકામના, જો આવી રીતે આ સંકષ્ટિ ચતુર્થીએ કરશો ગણેશજીની આરાધના !