Viral Video : ફિઝિકલ ટેસ્ટમાં વજન વધારવા માટે કર્યો અનોખો જુગાડ, 1 મિનિટમાં વધી ગયું 5 કિલો વજન

કેટલાક લોકોને લાયકાતને કારણે તો કોઈને ઓછા વજનને કારણે નોકરી મળતી નથી. હાલમાં બેરોજગારનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો કર્ણાટકનો છે તેવો દાવો કરવામાં આવ્યો છે.

Viral Video : ફિઝિકલ ટેસ્ટમાં વજન વધારવા માટે કર્યો અનોખો જુગાડ, 1 મિનિટમાં વધી ગયું 5 કિલો વજન
Funny Viral Video
Image Credit source: Instagram
| Edited By: | Updated on: Feb 19, 2023 | 9:44 AM

કોલેજનો અભ્યાસ પૂરો કર્યા બાદ દરેક યુવક પોતાના માટે નોકરી શોધવા લાગે છે. કેટલાક પોતાના ઘરના ધંધામાં લાગી જાય છે તો કોઈ પોતાની ફિલ્ડ છોડી કોઈ અન્ય ફિલ્ડની નોકરી કરવા લાગે છે. કેટલાક લોકોને તો 1-2 વર્ષ સુધી સારી નોકરી મળતી નથી. કોઈને લાયકાતને કારણે તો કોઈને ઓછા વજનને કારણે નોકરી મળતી નથી. હાલમાં બેરોજગારનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો કર્ણાટકનો છે તેવો દાવો કરવામાં આવ્યો છે.

વાયરલ થઈ રહેલા વીડિયોમાં એક યુવક જોવા મળી રહ્યો છે. જે દેખાવમાં દુબળો-પાતળો છે. તે કર્ણાટકની એક સરકારી નોકરીની ફિઝિકલ ટેસ્ટ આપવા માટે પહોંચ્યો હતો. પણ તેને ખબર હતી કે તેના વજનને કારણે તે આ ટેસ્ટમાં નિષ્ફળ જશે. તેથી જ તેણે એક અનોખી રીત અપનાવી.

આ દરમિયાન યુવકની તપાસ કરતા તેના અંડરવિયરમાંથી 5 કિલોના વજનના લોખંડના ટુકડા મળ્યા હતા. તપાસ કરતા જાણવા મળ્યું કે તેણે પોતાનું વજન વધારવા માટે આ લોખંડને પોતાના શરીરના નીચેના ભાગમાં લપેટયું હતું. આ વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે.

આ રહ્યો એ વાયરલ વીડિયો

 

આ પણ વાંચો : વાંદરો બન્યો આંખનો ડોક્ટર ! સાથીની આંખ એ રીતે સાફ કરી કે તમે પણ આ Viral Video જોવા મજબુર બની જશો

આ વાયરલ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પરથી શેયર કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ભારે વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને ખુબ પસંદ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે.

એક સોશિયલ મીડિયા યુઝરે આ વીડિયો પર પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, ગુજરાન ચલાવવા આવું કરવું પડે. બીજા સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, બિચારો બેરોજગાર જ રહેશે. અન્ય એક સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે,મને તેના પર દયા આવે છે. ઘણા સોશિયલ મીડિયા યુઝર્સ આ યુવકની તરફેણમાં પ્રતિક્રિયા આપતા જોવા મળ્યા હતા.

Published On - 2:25 pm, Sat, 18 February 23