સરકારી નોકરીમાં સિલેક્શન થયા બાદ પહેલા અને પછી શું તફાવત આવે છે ? આ રમુજી વીડિયો જોઈને તમે હસીને લોટ પોટ થઈ જશો

તમને સોશિયલ મીડિયા પર વિવિધ પ્રકારના વીડિયો (Video)જોવા મળે છે. પરંતુ વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં એક યુવકે જે રીતે સરકારી નોકરીમાં પસંદગી પહેલા અને પછીનો તફાવત જણાવ્યો છે, તે ખરેખર રમુજી છે.

સરકારી નોકરીમાં સિલેક્શન થયા બાદ પહેલા અને પછી શું તફાવત આવે છે ? આ રમુજી વીડિયો જોઈને તમે હસીને લોટ પોટ થઈ જશો
Funny Video Trending on social media
| Edited By: | Updated on: Sep 04, 2021 | 10:12 AM

Funny Video: સોશિયલ મીડિયા પર વિવિધ પ્રકારના વીડિયો વાયરલ થતા રહે છે. જેમાં કેટલાક વીડિયો એવા હોય છે જે જોઈને ઘણુ આશ્વર્ય થતુ હોય છે,જ્યારે કે કેટલાક વીડિયો એવા હોય છે જે જોઈને ખુબ હસવુ આવે છે, ત્યારે તાજેતરમાં આવો જ એક રમુજી વીડિયો સોશિયલ મીડિયા(Social media)પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.જે જોઈને તમે પણ હસીને લોટ પોટ થઈ જશો.

સામાન્ય રીતે વાલીઓ વિદ્યાર્થીઓ પર સારી કોલેજોમાં પ્રવેશ લેવા માટે ઘણું દબાણ કરતા હોય છે. જ્યારે બીજી બાજુ એવા યુવાનો છે જેઓ સરકારી નોકરીની (Government Job)તૈયારી કરી રહ્યા છે. માતાપિતા સાથે સંબંધીઓ અને પડોશીઓ પણ તેમના પર નજર રાખે છે. આ યુવાનો કેટલા દબાણ હેઠળ છે અને તેઓ લોકો પાસેથી શું સાંભળે છે, તે આ વાયરલ વીડિયોમાં જણાવવામાં આવ્યું છે.

આ વિડીયોમાં એક છોકરો કહી રહ્યો છે કે સરકારી નોકરીમાં પસંદગી પહેલા અને પછી શું તફાવત છે. લોકોની વિચારસરણીમાં શું ફેરફાર આવે છે? છોકરો કહે છે કે પસંદગી બાદ તમારા લાંબા વાળ જોઈને લોકો કહેશે કે તે એટલું વાંચતો હતો કે તેને વાળ કાપવાનો પણ સમય મળતો નહોતો. બીજી બાજુ, જો કોઈની પસંદગી (Selection)નથી થતી તો તે જ લોકો કહેશે કે તે કરિયર મુકીને હીરો બનવા જઈ રહ્યો છે,આવી પસંદગી પહેલા અને પછી અન્ય ઘણા રસપ્રદ તફાવતો આ વિડીયોમાં જણાવવામાં આવ્યા છે.

જુઓ વીડિયો

આ રમુજી વિડીયો Gudguda jokes નામના ફેસબુક એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે.  સરકારી નોકરીમાં પસંદગી પહેલા અને પછીનો તફાવત જણાવતા આ યુવકનો અંદાજ લોકોને ખુબ પસંદ આવી રહ્યો છે.લોકો આ વીડિયોને શેર કરી રહ્યા છે અને તેના પર વિવિધ પ્રકારની રમુજી પ્રતિક્રિયા (Funny reaction) પણ આપી રહ્યા છે.

 

આ પણ વાંચો: Video: હાથી અને ભેંસની દોસ્તીએ દરેકનું દિલ જીતી લીધું, દોસ્તી જોઈને તમે પણ કહેશો વાહ

આ પણ વાંચો: Money Heist 5 : મુંબઈ પોલીસ પર ચાલ્યો ‘મની હાઈસ્ટ’નો જાદુ , Bella Ciao ગીતનું ઈન્સ્ટ્રુમેન્ટ વર્ઝન રજૂ કર્યુ

Published On - 10:12 am, Sat, 4 September 21