Funny Video : છોકરાએ મરઘીને પરેશાન કરી તો, પક્ષીએ આ રીતે ભણાવ્યો પાઠ ! જુઓ મજેદાર Video

કેટલાક લોકો મજાક માટે કેટલાક પક્ષી અને પ્રાણીઓને પરેશાન કરતા હોય છે, પરંતુ આ મજાક ક્યારેક તેમના માટે ભારે પડી જાય છે, ત્યારે તાજેતરમાં આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.

Funny Video : છોકરાએ મરઘીને પરેશાન કરી તો, પક્ષીએ આ રીતે ભણાવ્યો પાઠ ! જુઓ મજેદાર Video
Hen teaching lesson to a boy
| Edited By: | Updated on: Sep 03, 2021 | 12:03 PM

Funny Video : સોશિયલ મીડિયા પર પ્રાણીઓના ઘણા વીડિયો વાયરલ થતા (Viral Video) જોવા મળે છે. પશુપ્રેમીઓ અવાર નવાર ઇન્ટરનેટ પર તેમના ફોટા, વીડિયો શેર કરતા હોય છે. એક તરફ જ્યાં પાળતુ પ્રાણીને પરિવારના સભ્યની જેમ રાખવામાં આવે છે, જ્યારે કેટલાક એવા લોકો પણ છે જેઓ આ નિર્દોષ પક્ષી અને પ્રાણીઓને હેરાન કરવાનું પસંદ કરે છે.

ઘણી વખત આ મજાક તેમના પર જ ભારે પડી જાય છે, ત્યારે સોશિયલ મીડિયા (Social media) પર આવો જ એક વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે, જે જોઈને તમને પણ આશ્વર્ય થશે. સોશિયલ મીડિયા પર અવારનવાર પક્ષી અને પ્રાણીઓના વીડિયો (Animals Video) વાયરલ થતા જોવા મળે છે, જેમાં કેટલાક વીડિયો એવા હોય છે, જે જોઈને ખુબ હસવુ આવે છે, જ્યારે કેટલાક વીડિયો જોઈને ઘણુ આશ્વર્ય પણ થતુ હોય છે.

તાજેતરમાં આવો જ એક મરઘીનો વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં મરધી છોકરાને બરાબરનો પાઠ ભણાવે છે. આ વિડીયોમાં આપણે જોઈ શકાઈ છે કે એક છોકરો મરઘીને (Hen) પરેશાન કરી રહ્યો છે, બાદમાં મરઘી એવો વળતો જવાબ આપે છે, જે જોઈને તમે પણ દંગ રહી જશો. આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.

જુઓ વીડિયો

આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

તમને જણાવી દઈએ કે આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ hepgul5 નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. લોકો આ વીડિયોને (Video) શેર કરી રહ્યા છે અને તેના પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. જેમાં એક યુઝર્સ લખ્યુ કે, “મરઘીએ છોકરાને સારો પાઠ ભણાવ્યો”, જ્યારે અન્ય યુઝર્સ પણ રમુજી પ્રતિક્રિયા (Funny Reaction) આપતા જોવા મળી રહ્યા છે.

 

આ પણ વાંચો: Viral Video: આગ લાગતા મચી અફરાતફરી અને વચ્ચે આ વ્યક્તિએ કર્યુ કઇંક એવુ કે લોકો તેના વખાણ કરવા લાગ્યા

આ પણ વાંચો: સેનાના જવાન સાથે પોલીસ કર્મીઓએ કર્યુ અમાનવીય વર્તન, લોકોએ પુછ્યુ સામાન્ય માણસો સાથે તો શું થતું હશે ?