સોશિયલ મીડિયા પર બાળકોને લગતા અનેક વીડિયો વાયરલ થતા હોય છે. બાળકોના ક્યૂટ અને મજેદાર વીડિયોથી સોશિયલ મીડિયાની ફીડ હંમેશા ભરાયેલી જોવા મળે છે. દરેકને પોતાનું બાળપણ પ્રિય હોય છે, નાના બાળકો સાથે સમય પસાર કરીને પોતાના બાળપણને ફરી જીવી લેતા હોય છે. હાલમાં સોશિયલ મીડિયા પર એક બાળકનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ બાળકનો વીડિયો જોઈને સોશિયલ મીડિયા યુઝર્સને પોતાનું બાળપણ યાદ આવી રહ્યું છે. આ વીડિયો જોઈ સોશિયલ મીડિયા યુઝર્સ હસી હસીને લોટપોટ થઈ ગયા છે.
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલો આ વીડિયો એક શાળાનો છે. શાળા-કોલેજમાં પસાર કરેલો સમય દરેક વ્યક્તિને જીવનભર યાદ રહે છે. વાયરલ થઈ રહેલા વીડિયોમાં એક બાળક અને બાળકી સ્કૂલ યુનિફોર્મમાં જોવા મળી રહ્યાં છે. જ્યારે ટીચર પાસે કોઈ તમારી ફરિયાદ લઈને જતા હતા કે પછી તમારી કોઈ ભૂલને કારણે તમારે આચાર્યની ઓફિસમાં જવું પડતુ હતું, તે સમય તમને આ વીડિયો જોઈને યાદ આવશે.
વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે શિક્ષક કોઈ વાતને લઈને બાળકોને ખીંજવાઈ રહ્યાં છે. તેવામાં બાળક કહે છે, મેં કાલે ખાટ્ટી ચોકલેટ ખાધીં. આ વાક્ય સાથે જ તે પોતાની નટખટ વાતો બિંદાસ અંદાજમાં બોલતો જોવા મળે છે. તેની વાતો સાંભળી શિક્ષક પણ હસી પડે છે અને તેને ફરી કલાસમાં જવાની પરવાનગી આપે છે. આ નટખટ બાળકનો વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે.
આ વાયરલ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પરથી શેયર કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ભારે વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને ખુબ પસંદ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. એક સોશિયલ મીડિયા યુઝરે આ વીડિયો પર પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, બાળકો ભગવાનના રુપ હોય છે. બીજા સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, કેટલો નટખટ બાળક છે. અન્ય એક સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, હું તો હસી હસીને લોટપોટ થઈ ગયો.