સોશિયલ મીડિયા એટલે વાયરલ વીડિયોનો ખજાનો. ઘણા લોકો માને છે કે સોશિયલ મીડિયા પર લોકોના આગળ વધતા, વધારે ફોલોવર્સ મેળવતા અને પ્રગતિ કરતા જોઈને લોકો વચ્ચે ઈર્ષા અને તણાવ વધે છે. પણ ખરા અર્થમાં કેટલાક મજેદાર વીડિયોને કારણે સોશિયલ મીડિયા તણાવ દૂર કરવાનું માધ્યમ બની જાય છે. હાલમાં એક પપ્પાની પરીનો મજેદાર વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
તમે ઘણી વખત યુવતીઓને વિચિત્ર પોઝમાં સેલ્ફી લેતી જોઈ હશે. આધુનિક જમાનામાં સેલ્ફી લેતી વખતે બોલિવૂડ સ્ટારથી લઈને સામાન્ય લોકો હવે પાઉટ કરવા લાગ્યા છે. આ સ્થિતિમાં હોઠને રાઉન્ટ શેપમાં કરી પાઉટ કરવામાં આવે છે. પાઉટ કરી સેલ્ફી લેવી એ આજકાલની ફેશન બની ગઈ છે.
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં એક ખુલ્લા મેદાનમાં કેટલા ઘેટાં જોવા મળી રહ્યાં છે. એક યુવતી આ ઘેટાંઓની પાસે જઈને તેમને વિચિત્ર અંદાજમાં મળતી જોવા મળે છે. તે ઘેટાં પાસે જઈને પાઉટ કરતી જોવા મળે છે. આ દરમિયાન ઘેટાંને યુવતીનો અંદાજ પસંદ નથી આવતો અને ત્યા પછી જે થાય છે તે તમે આ મજેદાર વીડિયોમાં જોઈ શકો છો.
I think that’s a revenge pic.twitter.com/eLNTucsrBV
— Lo+Viral 🔥 (@TheBest_Viral) February 4, 2023
આ વાયરલ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પરથી શેયર કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ભારે વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને ખુબ પસંદ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. આ વીડિયોને હજારો લાઈક અને વ્યૂઝ મળ્યા છે.
એક સોશિયલ મીડિયા યુઝરે આ વીડિયો પર પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, આજકાલની યુવા પેઢીને આ શું થઈ ગયું છે. બીજા સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, બાપ રે બાપ…પપ્પાની પરીને આ જીવનભર યાદ રહેશે. અન્ય એક સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, જોરદાર વીડિયો….હું તો હસી હસીને લોટપોટ થઈ ગયો .