SpiceJetના પાયલોટનો વધુ એક વીડિયો થયો વાયરલ, પેસેન્જરો ફની એનાઉન્સ પર હસ્યા

SpiceJet Pilot Mohit Teotia : સ્પાઇસજેટના પાયલોટ મોહિત તેવટિયાનો વધુ એક ફની જાહેરાતનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેને સાંભળીને મુસાફરો પણ હસી પડ્યા. ફ્લાઇટમાં આવી ફની જાહેરાત તમે ક્યારેય નહીં સાંભળી હોય.

SpiceJetના પાયલોટનો વધુ એક વીડિયો થયો વાયરલ, પેસેન્જરો ફની એનાઉન્સ પર હસ્યા
SpiceJet Pilot Mohit Teotia
| Edited By: | Updated on: May 09, 2023 | 1:28 PM

SpiceJet Pilot Mohit Teotia : જો તમે ક્યારેય ફ્લાઇટમાં બેઠા છો, તો તમે જાણતા હશો કે પાઇલોટ્સ ઘણીવાર ફ્લાઇટ પહેલાં કેટલીક જાહેરાતો કરે છે અને પ્રવાસ દરમિયાન મુસાફરોને શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ તે વિશે મહત્વપૂર્ણ માહિતી આપે છે. સામાન્ય રીતે પાઇલોટ્સ ખૂબ જ ગંભીરતાથી જાહેરાત કરે છે, પરંતુ ભારતમાં એક એવો પાયલોટ છે, જે મજેદાર રીતે જાહેરાત કરે છે અને મુસાફરોને માહિતી પણ આપે છે અને લોકોને હસાવે છે. આ પાયલોટનો વધુ એક ફની વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

આ પણ વાંચો : સ્પાઈસ જેટના પાઈલટ્સને 3 મહિનાની રજા પર મોકલવામાં આવશે, પગાર પણ નહીં મળે

પાયલોટનું નામ મોહિત તેવટીયા (Mohit Teotia) જણાવવામાં આવી રહ્યું છે. તે સ્પાઈસ જેટમાં પાઈલટ છે અને ફ્લાઈટ પહેલા ફ્લાઈટમાં ઘણીવાર ફની જાહેરાતો કરે છે. ભૂતકાળમાં પણ તેમની જાહેરાત સાથે જોડાયેલા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. હાલમાં જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે તેમાં મોહિત પણ મજાકિયા અંદાજમાં જાહેરાત કરતો જોવા મળે છે, જેને સાંભળીને મુસાફરો પણ હસી પડે છે.

રમુજી વીડિયો જુઓ

વીડિયોમાં તમે મોહિતને જાહેરાત કરતા જોઈ શકો છો કે, ‘જમીનની ઉપર આકાશ સુંદર હશે, અને હા, આજની ફ્લાઈટમાં બે-બે જામ, ગુટખા અને પાન પર પ્રતિબંધ છે, કારણ કે બારી ખુલતી નથી અને અમે થુંકદાની નથી રાખતા અને જેઓ આજે સાંજે બેંગકોકની ફ્લાઈટમાં જૂઠું બોલ્યા છે તેઓ ધ્યાનથી પાછા આવજો, ભાભી કાન ખેંચી શકે છે.

આ ફની વિડિયો મોહિતે પોતે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ poeticpilot_ પર શેર કર્યો છે અને વીડિયોમાં મજાક કરતા લખ્યું છે કે, ‘કભી જૂઠ બોલકે ટ્રાવેલ કિયા હૈ?’. આ વીડિયોને અત્યાર સુધીમાં 10 લાખ વખત જોવામાં આવ્યો છે, જ્યારે 1 લાખ 25 હજારથી વધુ લોકોએ વીડિયોને લાઈક પણ કર્યો છે.

તે જ સમયે પાયલોટની ફની જાહેરાત સાંભળ્યા પછી લોકોએ વિવિધ ફની પ્રતિક્રિયાઓ પણ આપી છે. એક યુઝરે લખ્યું છે કે, ‘તમારા જેવા પાયલટ હશે તો પ્રવાસમાં મજા આવશે’, જ્યારે અન્ય એક યુઝરે પણ એવી જ રીતે લખ્યું છે, ‘જે ફ્લાઈટમાં તમારા જેવા પાયલટ હશે, મુસાફરો ખુશ થશે.’

ટ્રેડિંગ સમાચાર ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

વાયરલ અને ટ્રેડિંગ વીડિયો સાથે જોડાયેલા તમામ ન્યૂઝ માટે જોડાયેલા રહો…

Published On - 1:25 pm, Tue, 9 May 23