Funny Video: રોડ ક્રોસ કરવા આ વ્યકિતએ ચલાવ્યુ એવુ દિમાગ કે Viral video જોઈ તમે પણ કહેશો, વાહ શું વાત છે!

રસ્તો ક્રોસ કરવા એક વ્યક્તિએ એવુ કામ કર્યુ કે આ વાયરલ વીડિયો (Viral video) જોઈ લોકો હંસી પડયા. જુઓ આ ફની વીડિયો (Funny Video).

Funny Video: રોડ ક્રોસ કરવા આ વ્યકિતએ ચલાવ્યુ એવુ દિમાગ કે Viral video જોઈ તમે પણ કહેશો, વાહ શું વાત છે!
Funny Video
Image Credit source: instagram
| Edited By: | Updated on: Jun 10, 2022 | 8:15 PM

સોશિયલ મીડયા પર રોજ અનેક વીડિયો વાયરલ (Viral Video) થતા હોય છે જે તમને ખડખડાટ હસવા પર મજબૂર કરી દેતા હોય છે. હાલમાં આવો જ એક ફની વીડિયો (Funny Video) વાયરલ થયો છે. આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે રોડ પર બંને બાજુથી વાહનો આવી રહ્યા છે અને એક વ્યક્તિ રોડની એક સાઈડ ફસાઈ ગયો છે. તેણે રસ્તો ક્રોસ કરવાનો હતો, પરંતુ આખરે તે કેવી રીતે કરવું તેને કંઈ સમજાયું નહીં. તે રસ્તો ઓળંગવાનો પ્રયાસ કરી રહ્યો હતો, પરંતુ વાહનોની ગતિ તેને રોકી રહી હતી. પછી તેણે પોતાનું દિમાગ લગાવ્યું અને ચાર પગવાળા પ્રાણીની જેમ જમીન પર બેસી ગયો અને શરીરે સરકીને રોડ ક્રોસ કરવા લાગ્યો. આ જોઈને રોડ પરથી જતી કારના કારચાલકોએ વિચાર્યું કે તે વિકલાંગ છે, તેથી તેઓએ પોતપોતાના વાહનો રોક્યા અને તેને રસ્તો ક્રોસ કરાવવાનું શરૂ કર્યું, પરંતુ જેવો તે વ્યક્તિ રસ્તો ક્રોસ કરી રહ્યો હતો, તે ઝડપથી ઉભો થઈ ગયો અને ભાગી ગયો.

તમે પણ ઘણીવાર આવી સ્થિતિમાં મુકાયા હશો. જયારે તમારે રસ્તો ક્રોસ કરવો છે પણ રોડની બન્ને તરફથી વાહનોની અવરજવર એવી હશે કે તમે 5-10 મીનિટ સુધી રોડ ક્રોસ ન કરી શકયા હોય. કદાચ દરેક વ્યકિતના જીવનમાં આવું થયુ હશે. આવી સ્થિતિમાંથી વાયરલ વીડિયોમાં જે આ વ્યકિતએ કર્યુ તે ખરેખર ખુબ જ ફની હતું.

ફની વીડિયો

આ ફની વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર @ba.ljeet7175 નામની એક આઈડી પરથી શેર કરવામાં આવ્યો છે, જેને અત્યાર સુધીમાં 21 મિલિયનથી વધુ વ્યૂઝ મળ્યા છે, જ્યારે 2 મિલિયન એટલે કે 20 લાખથી વધુ લોકોએ વીડિયો જોયો છે. લોકોએ લાઈક અને વિવિધ પ્રકારની રમુજી કોમેન્ટ્સ પણ કરી છે. એક યુઝરે લખ્યું છે કે ‘અહીં કેટલા અદભૂત લોકો છે’, જ્યારે બીજા યુઝરે લખ્યું છે કે ‘આ રોડ ક્રોસ કરવાની નિન્જા ટેકનિક છે’.