Viral: નાના ડોગીએ સૂંવરને ચાલવા કર્યું મજબૂર, વીડિયો જોઈ હસવું નહીં રોકી શકો

|

Feb 20, 2022 | 7:26 AM

આજકાલ સોશિયલ મીડિયા પર એક વીડિયો ખૂબ જ વાયરલ (Viral Video) થઈ રહ્યો છે, જે આળસ અને ફિટનેસ સાથે જોડાયેલો છે, પરંતુ આ વીડિયો કોઈ માણસનો નહીં પરંતુ કૂતરા અને સુંવરનો છે. આ વીડિયો જોયા પછી તમે હસ્યા વિના નહીં રહી શકો.

Viral: નાના ડોગીએ સૂંવરને ચાલવા કર્યું મજબૂર, વીડિયો જોઈ હસવું નહીં રોકી શકો
funny video of Little doggy pushing lazy pig (Image Credit Source: Twitter)

Follow us on

ફિટનેસ પ્રત્યે આળસ અને બેદરકારી જ લોકોને જાડા બનાવે છે. દુનિયામાં એવા કેટલાય લોકો છે, જેમને ફિટનેસનો કોઈ અર્થ નથી, બસ તેઓ પેટ ભરીને ખાય છે અને પછી આરામથી સૂઈ જાય છે. આ એક મુખ્ય કારણ છે કે લોકોનું વજન વધે છે અને તે પછી લોકો વિવિધ રોગોનો શિકાર બને છે. એટલા માટે કહેવાય છે કે વ્યક્તિએ હંમેશા ફિટનેસ પ્રત્યે સજાગ રહેવું જોઈએ અને બિલકુલ આળસ ન કરવી જોઈએ. આજકાલ સોશિયલ મીડિયા પર એક વીડિયો ખૂબ જ વાયરલ (Viral Video)થઈ રહ્યો છે, જે આળસ અને ફિટનેસ સાથે જોડાયેલો છે, પરંતુ આ વીડિયો કોઈ માણસનો નહીં પરંતુ કૂતરા અને સુંવરનો છે. આ વીડિયો જોયા પછી તમે હસ્યા વિના નહીં રહી શકો.

કૂતરા સામાન્ય રીતે ખૂબ જ ફૂર્તીલા હોય છે અને આખો દિવસ કૂદવાની શક્તિ ધરાવે છે, જ્યારે સૂંવર એટલા દોડતા જોવા મળતા નથી. તેઓ મોટે ભાગે માત્ર ખોરાક પર ધ્યાન આપે છે અને લોકો તેમને ખવડાવવા પર પણ વધુ ધ્યાન આપે છે. આ જ કારણ છે કે તેમનું વજન પણ વધુ થાય છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે સૂંવર ખાધા પછી કેટલું જાડું અને વજનદાર બની ગયું છે. તે એક જગ્યાએ બેઠું છે, પરંતુ એક નાનો કૂતરો તેને ચલાવવાનો પ્રયાસ કરી રહ્યો છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

ડોગી તેની પૂંછડી તેના દાંત વડે પકડીને ખેચે છે અને ચાલવા માટે મજબૂર કરી રહ્યો છે. સૂંવર ખૂબ જ ચરબીયુક્ત હોવાથી, તેને ઉભા થવામાં થોડી સમસ્યા થાય છે, પરંતુ આખરે નાનો કૂતરો તેને ઉભું કરવામાં કામયાબ રહે છે. તે પછી બંને ત્યાંથી ચાલવા લાગે છે.

આ એક ખૂબ જ ફની વીડિયો છે, જેને IPS ઓફિસર દીપાંશુ કાબરાએ તેના ટ્વિટર હેન્ડલ પર શેર કર્યો છે અને મજેદાર રીતે કેપ્શનમાં લખ્યું છે કે, ‘એક મિત્ર એવો પસંદ કરો જે તમને આળસ છોડાવી અને ફિટનેસ ગોલ્સ માટે આ રીતે દબાણ કરે’ માત્ર 9 સેકન્ડના આ વીડિયોને અત્યાર સુધીમાં 9 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે, જ્યારે સેંકડો લોકોએ આ વીડિયોને લાઈક પણ કર્યો છે.

લોકોએ વીડિયો જોયા પછી વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી છે. એક યુઝરે ફની ટોનમાં કોમેન્ટ પણ કરી છે કે, ‘જો તમને પોતાનામાં વિશ્વાસ હોય તો આવા મિત્રોને પણ આળસ શીખવી શકાય છે.’

આ પણ વાંચો: Mandi: આણંદના ઉમરેઠ APMCમાં ચોખાના મહત્તમ ભાવ રૂપિયા 4500 રહ્યા, જાણો જુદા-જુદા પાકના ભાવ

આ પણ વાંચો: Sunday Astro Remedies: દર રવિવારે સૂર્ય સબંધિત કરો આ અસરકારક ઉપાય, ખૂલી જશે ભાગ્યના દ્વાર

Next Article