મેઘાલયમાં ભૂકંપ સમયે દારુની બોટલોને પડતા બચાવતા વ્યક્તિનો ફની વીડિયો થયો વાયરલ, વીડિયો જોઈ તમે પણ હસી પડશો

|

Jun 13, 2022 | 6:17 PM

Funny Video : હાલમાં મેઘાલયમાં ભૂકંપના આંચકા આવ્યા હતા. આ વચ્ચે ટ્વિટર પર એક ફની વીડિયો વાયરલ થયો છે, જેમાં એક વ્યક્તિ દારુની બોટલો સંભાળી રહ્યો છે. જેથી ભૂકંપના આંચકાને કારણે દારુની બોટલો નીચે પડી ના જાય.

મેઘાલયમાં ભૂકંપ સમયે દારુની બોટલોને પડતા બચાવતા વ્યક્તિનો ફની વીડિયો થયો વાયરલ, વીડિયો જોઈ તમે પણ હસી પડશો
Viral Video
Image Credit source: Twitter

Follow us on

તમારો મૂડ જયારે પણ ખરાબ હોય તો સીધા સોશ્યિલ મીડિયા પર જતા રહો. સોશ્યિલ મીડિયા પર એવા એવા ફની વાયરલ વીડિયો જોવા મળશે જે તમારો મૂડ સારો કરી દેશે. સોશ્યિલ મીડિયા પર રોજ દુનિયાભરના કરોડો વીડિયો અપલોડ થતા હોય છે. જેમા ફની વીડિયોની (Funny Video) સંખ્યા વધારે હોય છે. હાલમાં જ એવો જ એક વીડિયો વાયરલ (Viral Video) થયો છે. કલ્પના કરો કે તમે ઘરમાં શાંતિથી બેઠા છો અને અચાનક ભૂકંપ આવે છે, તમે શું કરશો ? સ્વાભાવિક છે કે તમે તમારો જીવ બચાવવા તરત જ ઘરની બહાર દોડી જશો. ભૂકંપ દરમિયાનનો આવો જ એક વીડિયો સોશ્યિલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક વ્યક્તિ જોરદાર ભૂકંપ વચ્ચે દારૂની બોટલોને નીચે પડતા બચાવતો જોવા મળી રહ્યો છે.

હાલમાં સોમવારે સવારે 6.32 કલાકે મેઘાલય રાજ્યમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4 નોંધવામાં આવી છે. ભૂકંપનું કેન્દ્ર તુરાથી 43 કિમી દૂર હતું. ભૂકંપના આંચકા અનુભવાતા મેઘાલય રાજ્યના લોકો ઘરની બહાર આવી ગયા હતા. જો કે, ઓછી તીવ્રતાના કારણે કોઈ જાનહાની કે જાનહાનિ થઈ ન હતી. આ બધા વચ્ચે લોકોએ ટ્વિટર પર એક શરાબીનો વીડિયો ખૂબ જ શેર કરી રહ્યા છે. જેમાં એક વ્યક્તિ ભૂકંપના આંચકાથી ડરીને ભાગવાને બદલે દારૂની બોટલો સંભાળતો જોવા મળે છે. જોકે આ વીડિયો મેઘાલય રાજ્યમાં કયા પ્રદેશનો છે એ જાણવા નથી મળ્યુ.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

આ રહ્યો એ વાયરલ વીડિયો

 

મેઘાલય રાજ્યમાં ભૂકંપના આંચકાના સમાચાર વચ્ચે આ વીડિયો ઘણો ટ્રેડ થયો હતો. લોકોએ આ વીડિયોને ખુબ શેર કર્યો હતો. આ વીડિયો જોઈને એવુ લાગી રહ્યુ છે કે આ વ્યક્તિને પોતાના જીવ કરતા દારુની બોટલો વધારે પ્રિય છે.

Next Article