Funny Video : ટ્રેનિંગ દરમિયાન વાંદરાએ તેના ટ્રેનરને ફટકારી દીધો, વીડિયો જોઇ તમે પણ હસી પડશો

વાયરલ થઈ રહેલા વીડિયોમાં (Viral Video) તમે જોઈ શકો છો કે એક વ્યક્તિ તેના હાથમાં તલવાર પકડીને ઉભો છે અને તેની પાસે એક વાંદરો બેઠો છે, તે વાંદરાનો હાથ પકડીને લગભગ ત્રણથી ચાર વખત તેના માથા પર તલવાર મારવાની પ્રેક્ટિસ કરાવે છે.

Funny Video : ટ્રેનિંગ દરમિયાન વાંદરાએ તેના ટ્રેનરને ફટકારી દીધો, વીડિયો જોઇ તમે પણ હસી પડશો
Funny Video: Monkey hits his trainer during training,
| Edited By: | Updated on: Oct 19, 2021 | 7:24 AM

મનુષ્યોના મનોરંજન માટે પ્રાણીઓને તાલીમ આપવામાં આવે છે, તેમની તાલીમ ખૂબ કડક હોય છે, જેથી તેઓ તેમના માલિકોના આદેશનું પાલન કરે. જોકે પ્રાણીઓને મનોરંજનના ગુણો શીખવવાનું કાર્ય સહેલું નથી, કેટલીકવાર તાલીમ દરમિયાન, પ્રાણીઓ પણ પોતાનો ગુસ્સો ટ્રેનર પર ઉતારે છે ! તાજેતરના સમયમાં આવું જ કંઈક સામે આવ્યું છે. તે જોયા પછી તમે પણ તમારા હાસ્યને કન્ટ્રોલ કરી શકશો નહીં.

વાયરલ થઈ રહેલા વીડિયોમાં (Viral Video) તમે જોઈ શકો છો કે એક વ્યક્તિ તેના હાથમાં તલવાર પકડીને ઉભો છે અને તેની પાસે એક વાંદરો બેઠો છે, તે વાંદરાનો હાથ પકડીને લગભગ ત્રણથી ચાર વખત તેના માથા પર તલવાર મારવાની પ્રેક્ટિસ કરાવે છે. પરંતુ અંતે, જ્યારે તે પોતાનો હાથ છોડે છે, ત્યારે વાંદરો તેને સખત ફટકારી દે છે. જેને જોઈને લોકો હસતા રહી જાય છે.

 

આ રમુજી વીડિયો @RexChapman દ્વારા શેર કરવામાં આવ્યો હતો અને લખ્યું હતું – હું હસવું રોકી શકતો નથી. તમને જણાવી દઈએ કે, આ વીડિયોને આ સમાચાર લખાય ત્યાં સુધી 8 લાખથી વધુ વ્યૂઝ, 21 હજારથી વધુ લાઈક્સ અને લગભગ 3500 રિટ્વીટ મળ્યા છે. આ સાથે, લોકો આ વીડિયો પર પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.

 

આ ફની વીડિયોને લોકો ખુબ પસંદ કરી રહ્યા છે. આ વીડિયો પર ઘણા લોકોએ રમૂજી ટિપ્પણીઓ પણ કરી છે. એક યુઝરે લખ્યું, ‘લાગે છે કે વાંદરાએ પોતાનો તમામ ગુસ્સો એક જ વારમાં કાઢી નાખ્યો.’ જ્યારે અન્ય યુઝરે લખ્યું, ‘વાંદરાએ મજાક કરી! આ સિવાય અન્ય ઘણા યુઝર્સે આ વીડિયો પર રમૂજી ટિપ્પણીઓ કરી હતી.

આ પણ વાંચો –

Ahmedabad: કિડની હોસ્પિટલના ડાયરેકટર બન્યા સાયબર ક્રાઇમનો ભોગ, આ રીતે ઠગી રહ્યા છે ડીજીટલ ઠગ

આ પણ વાંચો –

ભારતે ચીની સરહદ પર સર્વેલન્સ વધાર્યું, હલચલમાં આવ્યું ડ્રેગન, ઇઝરાયલી હેરોન ડ્રોન બન્યું સેનાની ‘આંખ’

આ પણ વાંચો –

Horoscope Today: દૈનિક રાશિફળ, મીન 19 ઓક્ટોબર: પ્રેમીઓને ઘરમાંથી મળી શકે છે લગ્નની મંજૂરી, ઇમ્પોર્ટ-એક્સપોર્ટ સંબંધિત વ્યવસાયને વેગ મળશે